સુરત જિલ્લામાં તસ્કરોનો તરખાટ : ત્રણ સ્થળેથી ૧૯.ર૭ લાખની મતા ચોરાઈ

(સંવાદદતા દ્વારા) સુરત,તા.ર૭
સુરત જિલ્લામાં ત્રણ સ્થળેથી ૧૯,ર૭,૦૦૦ની મતા ચોરી કરી તસ્કરો નાશી ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. મળતી માહિતી મુજબ સારોલીના જય ભવાની ઈન્ડસ્ટ્રીયલમાં આવેલ સ્વસ્તિક સાડીનો કારખાનામાં તસ્કરો ત્રાટક્યાં હતા. કારખાનામાંથી ૩૦૦૦ સાડી (કિંમત રૂા.૧૨ લાખ), ટેબલ, ખુરશી, સ્ટુલ, બેન્કની ચેકબૂક, ચલણ બુક, હિસાબના કાગળો, લોખંડની ઘોડી સહિતની મતા ચોરી કરી ગયા હતા. બનાવ સંદર્ભે કારખાના માલિક નપરતસિંહ શંભુસિંહ રાઠોડે પુણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળે છે.
જ્યારે બીજા બનાવમાં વરાછા વિસ્તારમાં આવેલ સાધના સોસાયટીમાં રહેતા પરેશભાઈ લાભુભાઈ નાવડિયા કંપનીની ટપાલ, હિરાનું પાર્સલ લઈને મોટર સાઈકલ ઉપર નીકળ્યા હતા. જયંતીલાલ અંબાલાલ આંગડિયા પેઢી મીની બજારમાં ટપાલ આપી હીરાનું પેકેટ ડીકીમાં મૂકી આંગડીયા પી. શૈલેષ નવરત્ન ચેમ્બરમાં આપવા ગયા હતા. જ્યાં મોટર સાઈકલની ડીકીમાંથી કાચા હીરાનું પેકેટ (કિંમત રૂા.૪.૯૨ લાખ કોઈ અજાણ્યો વ્યક્તિ ચોરી કરીગયો હતો. વરાછા પોલીસે પરેશ લાભુભાઈથી ફરિયાદ નોંધી સબ ઈનસ્પેકટર એમ.એન. કાતરિયાએ તપાસ હાથ ધરી હતી.
જ્યારે ત્રીજા બનાવમાં વરાછા વિસ્તારમાં આવેલી પંચદેવ સોસાયટી ઘર નં. એ/૫૪માંથી તસ્કરો રોકડા રૂા.૨.૩૫ લાખ, સોનાનું મંગળ સૂત્ર, કિંમત રૂા.૮૭,૫૦૦, બુટી કિંમત રૂા.૨૫,૦૦૦, મંગળ સૂત્ર રૂા.૩૭,૫૦૦, વિટી રૂા.૧૨,૫૦૦ સાડીની પાયલ કંદોરો, ઝાંઝરી વગેરે ચોરી કરી ગયા હતા. આ ઘરના માલિકની દીકરી ક્રિષ્નાબેન પુષ્પકભાઈ ગાબાણીએ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks