સુરત શહેરની તમામ ૧૨ બેઠકો પર NCP ઉમેદવાર ઊભા રાખશે

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૦
ગુજરાત વિધાનસભા ૨૦૧૭ના પ્રથમ તબક્કાના મતદાન માટે આવતીકાલે ઉમેદવારી નોંધાવાનો છેલ્લો દિવસ છે ત્યારે ગત મોડીરાત્રે કોંગ્રેસ એનસીપી વચ્ચેનું ગઠબંધન તૂટતા હવે શહેરની તમામ ૧૨ બેઠકો પરથી એનસીપી ઉમેદવારો ઊભા રાખનાર હોવાનું જાણવા મળે છે. સુરત શહેર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધયક્ષ હરીશ સૂર્યવંશીના જણાવ્યા અનુસાર એનસીપી કોંગ્રેસ ગઠબંધનમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાની હતી. બન્ને પક્ષોના પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરના નેતાઓ વચ્ચે ગઠબંધન માટે બેઠકો યોજાઈ હતી. બેઠક દરમિયાન કોંગ્રેસ એનસીપીને માંગ્યા મુજબની બેઠકો નહીં આપતા ગત મોડીરાત્રે એનસીપી દ્વારા તમામ બેઠકો પરથી ઉમેદવારો ઊભા રાખવાની સૂચના આપી હતી. આજે સુરત શહેરની ઉધના બેઠક પરથી હરીશ સૂર્યવંશી, લિંબાયત બેઠક પરથી અકરમ અંસારી, સુરત પશ્રિમ બેઠક પરથી રવી મહેતા, વરાછા બેઠક પરથી રાજુ ગોધાણી દ્વારા ઉમેદવારી નોંધાવાની પ્રક્રિયા શરૂ કરી છે. બાકીની અન્ય બેઠકો પરથી કાલે ઉમેદવારો એનસીપીના મેન્ડેટ સાથે ચૂંટણી લડશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks