ફરી એકવાર સત્યનો વિજય થયો : સુરત જિ. કોંગ્રેસ

સુરત,તા.૨૧
સુરત જિલ્લા કોંગ્રેસે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ફરીથી એક વાર સત્યનો વિજય થયો છે. જનાદેશને આદેશ માનનારા લોકશાહીની વિચારધારાથી વળગેલા, જનસેવા એજ પ્રભુ સેવાની વિચારદારાને પકડી જનસેવા કરનાર અમારા બધાના લોકલાડીલા જનપ્રતિનિધિ માજી કેન્દ્રીય મંત્રી ડૉ. તુષારભાઈ ચૌધરી, ગુજરાત વિધાનસભાના ઉપદંડક અને માંડવીના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી અને સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ પટેલના નેતૃત્વમાં સુરત જિલ્લાની માંડવી તાલુકા પંચાયતમાં સત્તા જાળવી રાખવામાં સફળતા મળી છે. તથા મહુવા તાલુકા પંચાયત કોંગ્રેસ પાર્ટી કબજે કરવામાં સફળ રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks