કેરળના પૂરગ્રસ્તોની વ્હારે સુરતનું ડાયમંડ એસોસિએશન

(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૨૩
પૂરને કારણે કેરળમાં થયેલી ભયંકર ખુવારીને પહોંચી વળવા સમગ્ર દેશ અને વિદેશમાંથી લોકો સહાય કરી રહ્યા છે. હજારો લોકો હજુ પણ ખોરાક, દવાઓ, કપડા વિના પાણીની વચ્ચે ફસાયેલા છે. કેરળના લોકોને સુરત ડાયમંડ એસોસિએશન કઈ રીતે ઉપયોગી થઈ શકે તે માટે ગતરોજ તા.૨૨-૮-૨૦૧૮ સવારે ૧૦.૩૦ કલાકે એસ.ડી.એ.ની ઓફિસ પર એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મીટિંગમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલી આપવામાં આવેલ.
ત્યારબાદ પૂરગ્રસ્ત લોકોને શું મદદ કરી શકીએ તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.સ્કૂલના બાળકો માટે એક સ્કૂલબેગની કીટ તૈયાર કરવામાં આવશે. આ સાથે બાળકો અને પુરૂષો માટે કપડાની કીટ તથા મહિલાઓ માટે પણ ૪૦૦૦ હજાર ડ્રેસ મોકલવામાં આવનાર છે. મીલ્ક પાઉડર પણ મોકલવામાં આવશે. પ્રમુખ દ્વારા ફંડ માટે હીરા ઉદ્યોગના અગ્રણીઓને અપીલ કરવામાં આવેલ. જે અપીલથી માત્ર બે કલાકમાં રૂ.૧૫ લાખ જેટલી માતબર રકમનું ફંડ સ્વૈચ્છીક ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાંથી એકત્રિત થયેલ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks