સુરત દુષ્કર્મ : પીડિતાને લઈને પોલીસ અમદાવાદની હોટલમાં તપાસ માટે આવી

અમદાવાદ, તા.ર૩
ભાજપના માજી ધારાસભ્ય જયંતિ ભાનુશાળીને સુરત પોલીસે ગુનાનું નિવેદન લેવા તથા મેડીકલ તપાસ માટે તાત્કાલીક હાજર થવા સમન્સ પાઠવ્યું છે. સુરતની એક યુવતીએ ભાજપના માજી ધારાસભ્ય સામે બળાત્કારની ફરિયાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં કરી છે. સુરતના વરાછાની યુવતીને એડમિશન અપાવવાના બહાને દુષ્કર્મ કરનારા ભાજપના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય જંયતિ ભાનુશાળીની હાલ સુરત પોલીસ શોધખોળ કરી રહી છે. જોકે જંયતિ ભાનુશાળી ભૂર્ગભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. સુરત પોલીસ પીડિતાને લઈને અમદાવાદ આવી હતી. ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જંયતિ ભાનુશાળઈ વિરુદ્ધ દુષ્કર્મના આરોપોને સુરત પોલીસ જંયતિ ભાનુશાળીની શોધખોળ કરી રહી છે. જોકે જંયતિ ભાનુશાળી ભૂગર્ગમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ સુરત પોલીસ પીડિતાને લઈને અમદાવાદની ઉમેદ હોટલે આવી હતી જ્યાં પીડિતાને સાથે રાખીને હોટલમાં તપાસ કરી હતી. દુષ્કર્મના કેસની તપાસના મુખ્ય ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશ્નર લીના પાટીલે જયંતિ ભાનુશાળીને પાઠવેલા સમન્સમાં કહ્યું છે કે ગુના મ. ૨૪૭- ૨૦૧૮ મુજબ ગુનાનું નિવેદન લેવાનું હોવાથી અને મેડીકલ તપાસની જરૂર હોય આ નોટીસ મળ્યેથી તાત્કાલિક સરથાણા પોલીસમાં હાજર થવું. જો કે યુવતી સાથે જયંતી ભાનુશાળીનો વીડિયો હોટલ તાજ ઉમેદનો હોવાનું બહાર આવ્યું હતું. એટલે સુરત પોલીસ દુષ્કર્મની તપાસ કરવા માટે પીડિતાને લઈને અમદાવાદની હોટલ તાજ ઉમેદમાં આવી હતી. જો કે પીડિતાને મીડિયાથી દૂર રાખવા માટે પોલીસ હોટલના પાછલા દરવાજેથી પીડિતાને અંદર લઈ ગઈ હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks