(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૪
જીએસટીના વિરોધમાં સતત તેર દિવસથી વેપારીઓ હડતાળ પર ઉતરીને પ્રદર્શન કરી રહ્યાં છે. આજે બપોર વેપારીઓએ જે જે માર્કેટ સામે રોડ પર ઉતરીને ચક્કાજામ કરી સુત્રોચ્ચાર કરતા પરિસ્થિતિ તંગ બની હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે જીએસટી સંઘર્ષ સમિતિ ની યુવા બ્રિગેડ દ્વારા માર્કેટ વિસ્તારના ગરીબ મજદુરો તથા હાથલારી અને ટેમ્પો ચાલકોમાટે ફુડ પેકેટ અને લંગરની વ્યવસ્થા કરી હતી. પોલિસ દ્વારા યુવા બ્રિગેડ ને બ્રિજ નીચે લંગર લગાવવા માટે તેમજ જીએસટી સંઘર્ષ સમિતિને આવતી કાલની રેલી માટે પરમિશન ન આપતા વેપારીઓ અને કર્મચારીઓમાં ભારે રોષ જાવા મળ્યો હતો. શુક્રવારે બપોરે મોટી સંખ્યામાં વેપારી અને કર્મચારીઓ જે જે માર્કેટ સામે ભેગા થયા હતા. આક્રોષમાં આવેલ વેપારીઓએ જે જે માર્કેટ સામે રસ્તાઉપર ઉતરી આવી ચક્કાજામ કર્યો હતો. વેપારીઓના ચક્કાજામ ના પગલે માર્કેટ વિસ્તારમાં વાહનોની આવરજવર ને અસર પહોચી હતી. સામાન્ય વાહનો ચક્કાજામમાં ફસાતા પોલિસ દ્વારા વેપારીઓને ખસેડવાની કામગીરી ચાલી રહી છે. અચાનક હજારો વેપારીઓ રોડ પર ઉતરી આવતા રિંગરોડ પર ટ્રાફિક જામ થઈ જતા ચારે તરફ અરાજકતાની સ્થિતિ સર્જાઈ હતી.