સુરતમાં પાટીદારો મોટી સંખ્યામાં ઉપવાસ અને ધૂન માટે ઉમટી પડ્યા

(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૪
અમદાવાદામાં પાટીદાર અનામત આંદોલન ચલાવનાર પાસ કન્વીનર હાર્દિક પટેલ દ્વારા આમરણાંત ઉપવાસના અગિયારમાં દિવસે સુરતમાં પાટીદારો દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. વરાછાથી એક સપ્તાહ અગાઉ શરૂ થયેલા પ્રતિક ઉપવાસ ક્રમશઃ વધતાં રહ્યાં છે. અને વરાછા બહાર પાંડેસરા, ઉધના વરિયાવ સહિતના વિસ્તારોમાં રહેતા પાટીદારો દ્વારા જન્માષ્ટમીની રજાઓ નિમિત્તે મોટી સંખ્યામાં ઉપવાસ કરવામાં આવી રહ્યાં છે.
હાર્દિક પટેલ દ્વારા અમદાવાદમાં તેના નિવાસ સ્થાને આમરણાંત ઉપવાસ કરવામાં આવ્યા છે. ત્યારે સુરતમાં પાટીદારો દ્વારા વરાછા વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓમાં પ્રતિક ઉપવાસની સાથે-સાથે ધૂનના આયોજન કરવામાં આવી રહ્યાં છે. હાર્દિક પટેલના સમર્થનમાં તથા અલ્પેશ કથિરીયાને જેલમુક્ત કરવા અને ખેડૂતોના દેવા માફ થાય તે માટે આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પાટીદારો દ્વારા વરાછા વિસ્તારમાં રોજ રોજ અલગ અલગ સોસાયટીઓમાં કાર્યક્રમોના આયોજન કરવામાં આવી રહ્યાં છે. સોસાયટીના રહિશો દ્વારા અપાતાં આ કાર્યક્રમમાં સરકારના કાન ખૂલે તે માટે ધૂન અને સરકારને સદ્‌બુદ્ધિ મળે તે માટે હવનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હવે પાટીદારો દ્વારા સાતમ આઠમના તહેવારમાં ડબલ આયોજન કરવામાં આવ્યાં હતા. જેમાં ધૂન અને પ્રતિક ઉપવાસનું પણ આયોજન કરાયાં હતા. જન્માષ્ટમીની રજાઓ હોવાથી મોટી સંખ્યામાં પાટીદારો દ્વારા ધૂન અને પ્રતિક ઉપવાસના આયોજનો કરવામાં આવ્યા હતાં. જન્માષ્ટમી બાદ આજે પણ વરાછાની અનેક સોસાયટીમાં એક દિવસના પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા છે અને સાથે સાથે ધૂમનનું પણ આયોજન પણ કરવામાં આળ્યું છે. સરકાર આ પ્રશ્નોના નિવાડો ઝડપથી લાવે તે ઇચ્છનિય હોવાનું પાસના કન્વીનર ધાર્મિકે વધુમાં જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks