સુરતના હીરા ઉદ્યોગ પર સકંજો કસવાની શરૂઆત : જનની ડાયમંડમાં સર્વે દરોડા

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૮
સુરત અને મુંબઇના આવકવેરા વિભાગના અધિકારીઓએ હીરા ઉદ્યાગ પર સંકજો કસવાની સાથે સર્વેની કામગીરી હાથ ધરી છે. આજે વહેલી સવારથી જ મુંબઇની સાથો સાથ સુરતના કતારગામ ખાતે આવેલી જનની ડાયમંડમાં આવકવેરા વિભાગની ટીમ દ્વારા સર્વેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પ્રારંભિક તપાસમાં આ પેઢીંમાંથી હાથ લાગેલા દસ્તાવેજોની ચકાસણી કરવા સાથે તેના મુંબઇ ઓફિસ ખાતે થયેલી રિટર્ન ફાઇલની વિગતનું ક્રોસ વેરીફિકેશન શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આવકવેરા વિભાગને કેટલાક વાંધાજનક વિગતો હાથ લાગી છે અને હાલમાં આ તપાસની કાર્યવાહી જારી છે. આવકવેરા વિભાગના સર્વેને પગલે શહેરના હીરા ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો છે અને તેમના દ્વારા આગોચરૂ આયોજન કરીને દસ્તાવેજો સગેવગે કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ પેઢી દ્વારા એવિડન્સ ટેક્સ જમા કરવામાં આવ્યો તેના પરથી જ આ સર્વે ની કાર્યવાહી શરૂ થઇ હોવાનું હાલમાં ચર્ચાઇ રહ્યું છે. ગત વર્ષ અને તેની આગળના બે વર્ષના રીટર્નનું એસેસમેન્ટ કરાયા બાદ મોટો તફાવટ જોવા મળતા આઇ. ટી. અધિકારીઓ હરકતમાં આવ્યા હોવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ડાયમંડ પેઢીનો મોટો ભાગનો લેવડ દેવડનો કારોબોર મુંબઇ – સુરત માં કાર્યરત એક આંગડીયા પેઢી મારફતે થતો હતો અને તેના કાચા ચીઠ્ઠા આવકવેરા વિભાગને હાથ લાગ્યા હતાં.એટલે હવે આ ડાયમંડ પેઢીના સર્વેની કામગીરી આંગડીયા પેઢી સુધી લંબાય એવી સંભાવના પણ અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, આવશ્યકતા પ્રમાણે આંગડિયા પેઢીના સંચાલકને રૂબરૂ બોલાવીને તેનું નિવેદન લેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks