ડિંડોલી હિટ એન્ડ રન કેસના આરોપીએ દારૂનો નશો કર્યો હતો, તેની વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે : પોલીસ કમિશનર

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨
સુરત શહેરના ડિંડોલી ફ્લાયઓવર બ્રિજ ઉપર ગતરોજ મોડીરાત્રે હિટ એન્ડ રનના બનેલ બનાવમાં એક જ પરિવારનાત્રણ સભ્યોના થયેલા મોતના મામલે આજે શહેર પોલિસ કમિશનરે જણાવ્યું હતું કે, ચાલકે દારૂનો નશો કર્યો હતો અને તેની ધરપકડ થઇ ગઇ છે. તેમજ તેના વિરૂદ્વ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું ભોગ બનનારના સમાજના લોકોને પોલીસ કમિશનર સતિષ શર્માએ જણાવ્યું હતું.
આ અંગે વિશેષમાં પ્રાપ્ત થતી માહિતી અનુસાર શહેરના ડિંડોલી ફ્લાયઓવર બ્રિજ ઉપર ગઇકાલે રાત્રે ગમખ્વર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યો મોતને ભેટ્યા હતાં. દારૂના નશામાં બેફામ રીતે હંકારી રહેલા પજેરો કાર નં.જીજે-૫-જેએન-૬૨૮૫ ચાલકે ત્રણ અલગ અલગ બાઇકને એડફેટે લીધા હતા. જેમાં એક બાઇક ઉપર સવાગ દંપતિ અને તેમની પુત્રીનું મોત થઇ ગયું હતું. મોતને ભેટેલાં પરિવારના સમાજના લોકોએ આક્રોશ વ્યક્ત કરી સ્મિમેર હોસ્પિટલમાં ધરણા ઉપર બેસી ગયા હતા. હજ્જારોની સંખ્યામાં ભેગા થયેલા સમાજના લોકોએ માંગણી કરી હતી કે, મૃતક પરિવારને ન્યાય અને આરોપીઓને સખ્ત સજા મળવી જોઅએ તેમજ જ્યાં સુધી પોલીસ આશ્વાસન નહીં આપે ત્યાં સુધી મૃતદેહ લેવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ આજે સાંજે પોલીસ કમિશનરે તેમને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.
આ અંગે વધુમાં સમાજના અગ્રણીઓ અને પરિવારના જણાવ્યા અનુસાર ડિંડોલી ખાતે આવેલ શ્યામ વાટિકા સોસાયટીમાં રહેતા સાવરમલ ભગીરથ પ્રસાદ જશુ (સારસ્વત) (ઉ.વ.૪૫) ગત રાત્રે પત્ની ભવરીદેવી (ઉ.વ.૩૫), પુત્રી રૂખમા (ઉ.વ.૧૧) અને ચાર માસના પુત્રને લઇને બાઇક ઉપર મંદિરે જતા હતા. ત્યારે તેઓ ડિંડોલી ફ્લાઇ ઓવર બ્રિજ પરથી જતા હતા તે વખતે રોંગ સાઇડ પરથઈ બેફામ આવેલા પાજેરો કાર ચાલકે તેમની સાથે અન્ય બે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ગમખ્વાર દુર્ઘટનામાં બાઇકનું કચ્ચરધાણ થઇ ગયું હતું. એટલું જ નહીં સાવરમલ અને પુત્રી બ્રિજ ઉપર ફેગોવાયેલા હતાં. જ્યારે તેમની પત્ની ભવરીદેવી ચાર માસના પુત્ર સાથે ઉછળીને બ્રિજ નીચે પટકાયા હતાં. ત્યારે ચમત્કારીક રીતે માસુમ પુત્ર બચી ગયો હતો. જો કે, ત્રણ સભ્યો મોતને ભેટ્યા ઙતાં. દારૂના નશામાં ઘટનાને અંજામ આપનાર નબીરા કાર ચાલક દિવ્યેશ ઓમપ્રકાશ અગ્રવાલ (રહે. ખોડિયાર નગર ગોડાદરા)ને ડીંડોલી પોલીસે ઝડપી પાડ્યો હતો. બનાવને લઇને સારસ્વત (વિર્પ ફાઉન્ડેશન) સમાજના આરોપી પ્રતે રોષ દેખાયો હતો. સમાજના ૨૦૦૦થી વધુ લોકો સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં ભેગા થઇ ગયા હતા. વધુમાં સમાજના લોકોએ જણાવ્યું હતુું કે, કારમાં નબીરા ચાલક સહિત બે પોલીસવાળા પણ હતાં. તેમના વિરૂદ્વ પોલીસે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. તેવું જણાવ્યું હતું.

બાળક મહિલાના હાથમાં પડ્યું

શહેરના ડિંડોલી વિસ્તારમાં થયેલ ગમખ્વાર અકસ્માતમાં એક બાઇક પર પરિવારના ચાર સભ્યો હતા. જેમાંથી ત્રણના મોત થઇ ગયા છે જ્યારે બીજી એક બાઇક ઉપર સસરા રાજેશ ભૂરા કેવટ (ઉ.વ.૪૫)અને જમાઇ જ્ઞાનેશ્વર રાજેન્દ્ર પાટીલ સવાર હતા. બંને કડોદરાથી સુરત આવી રહ્યા હતા. આ અકસ્માતમાં જ્ઞાનેશ્વરના એક પગમાં ફ્રેક્ચર અને માથામાં પણ ઇજા છે. તેમજ સસરા રાજેશ કેવટને કમર તથા ખભાના ભાગે ગંભીર ઇજા હતી. તેમજ આ અંગે વધુમાં સમાજના લોકોએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં ગંભીર દેવીના ખોળામાં તેમનો ચાર માસનો પુત્ર હતો. ગોઝારી કારની ટક્કર લાગી ત્યારે ચમત્કારીક રીતે તેમના હાથમાંથી પુત્ર ઉછળીને એક રીક્ષા ઉપર પટકાયો હતો. અને ત્યાંથી એક મહિલાના હાથમાં પડ્યો હતો. જે મહિલાએ તેને પકડી લેતા બાળકને જરાસરખી ખરોચ પણ ના આવી હતી, ત્યારબાદ બાળકને મહિલાએ પોલીસને સુપ્રત કર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts