સુરત જિલ્લામાં ત્રણ મહિનામાં ૭૪ વાહન માલિકોના લાયસન્સ સસ્પેન્ડ

સુરત, તા.૧૭
સુરત જિલ્લા રોડ સેફટી કાઉન્સિલની બેઠક ગતરોજ જિલ્લા કલેકટરશ્રી મહેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. બેઠકમાં જૂન, જુલાઈ અને ઓગસ્ટના મહિના દરમ્યાન કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. કલેકટરે જરૂર જણાય ત્યાં સ્પીડ બ્રેકર, ઝીબ્રા ક્રોસિંગ, રંગકામ કરવાની સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
આર.ટી.ઓ. અધિકારીશ્રી જોષીએ વિગતો આપતા જણાવ્યું કે ટ્રાફિકના નિયમોને ભંગ કરનાર ૧રર વાહનચાલકો પૈકી ૭૪ વાહનચાલકોના લાયસન્સો સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાં નક્કી કરેલી ઝડપ મર્યાદા કરતા વધુ ઝડપથી વાહન હંકારનારા ર૬ તથા વાહન ચલાવતી વેળાએ મોબાઈલ કે તેના અન્ય ઉપકરણોના ઉપયોગ કરનારા ૪૮ જેટલા કેસોમાં વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આર.ટી.ઓ. કચેરી દ્વારા ઓવરલોડ, સીટ બેલ્ટ, હેલ્મેટ જેવા ૧૮ ગુનાઓ હેઠળ ૧૦,૭રર કેસોમાં ૩,૧૯ કરોડની વસૂલાત કરવામાં આવી હતી. આર.ટી.ઓ.ની ટીમ વાન દ્વારા ત્રણ મહિના દરમ્યાન ૧૮૭ શાળાઓ અને રર૧ જાહેર પ્રોગ્રામો કરવામાં આવીને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks