સુરતમાં કરોડોના ખર્ચે બનાવાયેલા ટ્રાફિક સિગ્નલ શોભાના ગાઠિયા સમાન

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૭
સ્માર્ટ સીટી અંતર્ગત શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક સિંગ્નલ બનાવાયેલા છે જેથી કરીને વાહન ચાલકો તેમનો ઉપયોગ કરે અને ટ્રાફીક વ્યવસ્થા વ્યવસ્થિત રહે પરંતુ બધું ઉલટું થઈ રહ્યું છે. કરોડોના ખર્ચે બનાવાયેલા ટ્રાફિક સીગ્નલને કોઈ ફોલો કરતું નથી. સિગ્નલ ઉપર કોઈ પણ રંગની એરો દેખાય વાહન ચાલકો પોતાની મરજીથી વાહન ચલાવતા હોય છે. એટલુંજ નહિ જેમના સાથે ટ્રાફિક સિસ્ટમ વ્યવસ્થિત રાખવાની જવાબદારી છે તે ટ્રાફિક પોલીસને જાણે કાંઈ પડેલ નથી તેમ તેઓ પણ સિગ્નલ્સનો ઉપયોગ કરાવતા નથી. એટલું જ નહી તેઓ પોતે સિગ્નલ્સ ઉપર દેખાતા નથી. કરોડોના ખર્ચે બનાવાયેલા સિગ્નલની કિંમત કોળી જેવી થઈ ગઈ છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાલિકા દ્વારા શહેરના અલગ અલગ જંકશન ઉપર ટ્રાફિક સિગ્નલ્સ બનાવાયેલા છે. બીઆરટીએસ હેઠળ ૮૭ અને નોન બીરઆરટીએસ ૩૧ એમ કુલ મળીને ૧૧૮ જેટલા ટ્રાફિક સિગ્નલ્સ આવેલા છે. બીઆરટીએસ એન્ડ ટ્રાફીક વિભાગના એક્ઝીક્યુટીવ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ૧૯ કરોડ રૂપિયાના ખર્ચે શહેરમાં ટ્રાફિક સિગનલ્સ પ્રોજેકટ સાકાર થયેલ છે એક તરફ શહેર સ્માર્ટ સીટી તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. પણ ગ્રાન્ડ લેવલ ઉપર કેટલી લાચારી, બેદરકારી અને લાલીયવાડી છે તે સાબિત થઈ રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા ટ્રાફિક સિગ્નલ માત્ર શોભાના ગાંઠિયા બનીને રહી ગયા છે. તેમનું કોઈ વાહન ચાલક ઉપયોગ નથી કરી રહ્યા ટ્રાફિક પોલીસને કાંઈજ પડી નથી કેટલાક ટ્રાફિક સિંગલ ઉપર પોલીસ દેખાતી નથી અને જ્યાં દેખાય છે. ત્યાં વાહન ચાલકોને સિંગનલ્સનો ઉપયોગ કરાવતી નથી. માત્ર દંડ ઉધરાવવામાં વ્યસ્ત હોય છે. શહેરની સ્માર્ટનેસ એક બાજુ છે અને ટ્રાફિકની વકરતી સમસ્યા એક બાજુ છે. શહેરમાં આડેધર વાહનો ચાલી રહ્યા છે. અને અકસ્માતો થઈ રહ્યા છે. ટ્રાફિક સિસ્ટમનું કોઈ નિયમ કે જાગૃતિ નથી રહી. સિગ્નલ ચાલુ હોય કે બંધ વાહન ચાલકોને કાંઈ પડી નથી. તેઓ હંમેશા ઝડપ અને સિસ્ટમ વગર ચાલતા હોય છે અને પોલીસ તમાશો જોય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks