માંગરોળ,તા.ર૩
માંગરોળ તાલુકામાં કોસંબાના વતની અને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે માસ્ટર ઓફ સર્જરીનો અભ્યાસ કરતા ર૪ વર્ષીય ડો. ધવલ, ડો. પરમારે થોડા દિવસ અગાઉ નવી સિવિલ હોસ્પિટલ ખાતે નવમાં માળેથી છલાંગ મારી આત્મહત્યા કરી હોવાનું એફઆઈઆર ખહોદરા પોલીસ મથકે દાખલ થઈ છે. પ્રશ્ને સુરત જિલ્લામાં વિવિધ સ્થાનોએ વહીવટીતંત્ર તટસ્થ તપાસ કરાવે અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરે એવી માગ સાથેના આવેદનપત્રો આપવામાં આવ્યા છે. આવેદનપત્રોમાં આક્ષેપ કરાયો છે કે આ આત્મહત્યા હજુ શંકાસ્પદ છે જેથી આ પ્રશ્ને ફેરઈન્વેસ્ટિગેશન થાય એ જરૂરી છે. તો બીજી તરફ આ પ્રકરણ પ્રશ્ને રાજયમાં વનમંત્રી ગણપતસિંહ વસાવા તથા અન્યમંત્રી આત્મારામ પરમારે, સુરત સર્કિટ હાઉસ ખાતે, સુરત, પોલીસ કમિશન તથા આ પ્રકરણની તપાસ કરતી પોલીસ ટીમને બોલાવી, આ પ્રકરણ પ્રશ્ને વિસ્તૃત માહિતી મેળવી હતી. પોલીસ કમિશને જણાવ્યું કે આ પ્રકરણ પ્રશ્ને ેંઊઠાણભરી તપાસ ચાલુ છે. મંત્રીઓને આ પ્રકરણ પ્રશ્ને તાકીદે ઝડપથી તપાસપૂર્ણ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં દિલીપસિંહ રાઠોડ, ડો. ધવલના પિતા દિનેશભાઈ પરમાર, નેરન્દ્રભાઈ સોલંકી, ઈશ્વરભાઈ પરમાર, જશવંત રોહિત, રાજેશ કટારિયા વગેરે હાજર હતા. સામાજિક આગેવાનોએ આ એફઆઈઆરની તપાસ કરતા અધિકારીને બદલી અન્ય અધિકારીને તપાસ સુપરત કરવાની રજૂઆત કરી હતી.