સુરતમાં પિસ્તોલ અને કાર્ટિઝ સાથે બે આરોપી ઝડપાયા

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૬
ડીસીબી પોલીસે બાતમીના આધારે રૂપિયા દોઢ કરોડનું દેવુ માથે થઇ જતા લેણદારની વારંવારની ઉઘરાણી તથા ધાક ધમકીથી બચાવ માટે રાખવામાં આવેલી દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા કાર્ટિઝ સાથે બે આરોપીની ધરપકડ કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા ગામના વતની અને હાલમાં મોટા વરાછા સુદામાચોક હંસ સોસાયટીમાં જય ઉર્ફે જયુ રાજેન્દ્રભાઈ બીંડી રહે છે. તેના માથા પર રૂ. દોઢ કરોડંનું દેવું થઈ જતા લેણદારોની વારંવારની ઉઘરાણી તથા ધમકીઓથી બચવા તેને સ્વબચાવ માટે રૂ. ૭૦ હજારની મનીષ ઉર્ફે છોટુ પુરી પાસેથી એક પિસ્તોલ અને ૨ નંગ જીવતા કાર્ટિઝ ખરીધ્યા હતા. ડીસીબી ૨ નંગ જીવતા કાર્ટિઝ ખરીધ્યા હતા. ડીસીબી એસીપીનું આર.આર. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.એસ. ત્રિવેદી હેડ કોન્સ્ટેબલ સત્યપાલ સિંહ, દિગ્વિજયસ઼િહ ભીમજીભાઈ એ ગોડાદરા નીલગીરી રોડ રઘુવીરધામ સોસાયટીમાં રહેતા તાડકેશ્વર મિશ્રાના મકાનમાં દરોડા પાડતા મનિષા ગોસ્વામીના ઘરમાંથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ-૨ નંગ જીવતા કાર્ટિઝ મળી આવ્યા હતા. પોલીસે મનીષ ગોસ્વામીની પૂછપરછ કરતા તે ટેમ્પો ચલાવવાનું કામ કરે છે વધુ રૂપિયા કમાવવાની લાલચે ઈરાનખા પાસેથી રૂ. ૪૦ હજારમાં બે પિસ્તોલ તથા કાર્ટિઝ ખરીધ્યા હતા, અને એક પિસ્તોલ મોટા વરાછા સુદામા ચોકના જ્યુ બીંડીને આપી હતી. ડીસીબીએ હથિયારો કબજે કરી આરોપીઓ સામેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks