વિદ્યાર્થિની ઉપર દુષ્કર્મના બનાવમાં બે આરોપીઓના રિમાન્ડની તજવીજ

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૮
ઉધના વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિની સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર ફ્રેન્ડશીપ કરી તેના મોર્ફ કરેલા ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી પાંચ આરોપીઓએ અવાર-નવાર તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવમાં ઉધના પોલીસે પાંચ આરોપીઓમાંથી બેની અટકાયત કરી છે. જ્યારે અન્ય ત્રણ પકડવાના બાકી છે. જો કે, પકડાયેલા બે આરોપીઓ પોલીસને અમે કંઇ કર્યું નથીનું રટણ કરી ગોળ ગોળ ફેરવી રહ્યાનું જાણવા મળે છે. જેથી પોલીસે બંનેને કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બળાત્કારના ગુનામાં પોલીસે પાંચ આરોપીઓમાંથી પાંડેસરાના દક્ષેશ્વર નગરમાં રહેતા અજય ઉર્ફે અજ્જુ રતનલાલ પારેખ અને ઉધના હરી નગરમાં રહેતાં સાહિલ રાજમણિ રાજપૂતની ધરપકડ કરી છે. પોલીસે બંનેની પૂછપરછ કરી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે, બંને આરોપી રીઢા ગુનેગારની જેમ પોલીસને ગોળ – ગોળ ફેરવી રહ્યા છે, અને બળાત્કાર ન કર્યો હોવાનું જણાવી રહ્યા છે. આરોપીઓના જણાવ્યા અનુસાર અમારી ફક્ત યુવતી સાથે ફ્રેન્ડશીપ હતી. જેથી હવે સાચી હકીકત કઢાવવા માટે પોલીસ બંનેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરશે. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ કિશોરીને તેના ફોટા તેના પિતાને મોકલવા અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી પાંચ મહિનાથી અવાર નવાર જુદી જુદી જગ્યા લઇ જઇ તેણીનું શારીરિક શોષણ કરી રહ્યા હતાં. વધુમાં પોલીસે અન્ય ત્રણ આરોપીઓને પકડવા માટે એક પીએસઆઇ અને ડીસ્ટાફના માણસોને લઇને ત્રણ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks