વરાછામાં રિક્ષાચાલકે સગીર વયની બાળા પર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩
સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થિની સાથે સ્કૂલ રિક્ષા ચાલક દ્વારા વારંવાર બળાત્કાર ગુજારી જોકે આ વાત કોઈને કરશે દેશે તો બિભત્સ ફોટાઓ વાયરલ કરી દેવાની ધમકી પણ આપવામાં આવતી હોવાની એક ફરિયાદ વરાછા પોલીસ મથકે નોંધાઈ હતી. પોલીસે બળાત્કાર અને પોકસોનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના બેગમપુરા ચીડિયાકૂળ નળવાલા મહોલ્લામાં આરોપી હિતેષ રાજુભાઈ સરસીયા રહે છે. તે સ્કૂલ રિક્ષા ચલાવે છે. વરાછા વિસ્તારમાં આવેલી એક સ્કૂલના સગીર વયના બાળકોને તે ઘરેથી સ્કૂલ અને સ્કૂલથી ઘરે લઈ જતો હતો. ગત વર્ષ ૨૦૧૭ની ૮મી જુન-૨૦૧૭ના સમય ગાળા દરમિયાન હિતેષ સરસીયાએ સ્કૂલ રિક્ષામાં લઈ જવાતી એક સગીરાની શારીરિક છેડછાડ કરી, અવર નવર તેણીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ સાથે સગીર વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતા રિક્ષા ચાલક હિતેષ સરસીયાએ ગાલ પર તમાચાઓ મારી કોઈને પણ આ વાતની જાણ કરશે તો મોબાઈલમાંના ફોટાઓ ફેસબૂક અને ઈન્સ્ટ્રાગ્રામ પર વાયરલ કરી દેવાની ધમકી આપી ફરાર થઇ ગયો હતો. વરાછા પોલીસે બળાત્કારનો ગુનો નોૅધી વિદ્યાર્થિની તબીબી પરીક્ષણ તથા ગુનાની જગ્યાનું પંચનામુ પણ કરવાના ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks