મુંબઈમાં ભારે વરસાદને પગલે ત્રીજા દિવસે પણ રેલ વ્યવહારને અસર

(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૧૦
મુંબઈમાં ભારે વરસાદને પગલે સતત ત્રીજા દિવસે રેલ વ્યવહાર પ્રભાવત રહ્યાં છે. મુંબઈ, સુરતથી અમદાવાદ વચ્ચેનો સળંગ ટ્રેન વ્યવહાર ખોરવાતા તમામ ટ્રેનો નિર્ધારિત સમય કરતા મોડી દોડી રહી છે.સુરત રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ મુંબઈમાં વરસાદને કારણે રેલવે ટ્રેકો ઉપર પાણી ફરી વળ્યા છે. જેને કારણે લાંબા રૂટની ટ્રેનોને વ્યાપક અસર પહોંચી છે. સુરત રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રેન નં.૧૨૯૬૨, ૧૨૨૬૮, ૧૨૯૦૨, ૧૯૭૦૮, ૨૨૯૪૬, ૧૯૦૨૨, ૬૯૧૭૪, ૨૨૬૫૪, ૬૯૧૬૪, ૧૨૯૭૨, ૧૨૪૫૦, ૧૨૨૧૫, ૫૯૦૨૪, ૧૪૭૦૭, ૧૯૦૪૦, ૧૨૯૫૨, ૧૨૯૨૨, ૫૯૦૩૮, ૧૨૯૫૪, ૧૨૦૪૨, ૨૨૬૬૦, ૨૨૯૫૬, ૧૨૪૭૯ ટ્રેનની આવન-જાવનના નિર્ધારીત સમય કરતાં મોડી દોડી રહી છે. ટ્રેન વ્યવહાર ખોરવાતા સુરત રેલવે સ્ટેશન ઉપર મુસાફરોની ભીડ ગાયબ થઈ ગઈ હતી. રિફંડ માટે પણ મુસાફરોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. મુંબઈના રેલવે સ્ટેશનોના ટ્રેક ઉપર ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરવા રેલવે પ્રશાસન પ્રયત્ન કરી રહ્યાં છે. પરંતુ મેઘરાજા અવિરત પડતાં ટ્રેન વ્યવહાર સતત ખોરવાઈ રહ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts