સુરત જિલ્લાના તમામ તાલુકામાં એકથી સાડાત્રણ ઈંચ વરસાદ

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે સતત બીજા દિવસે વરસાદની હાજરી નોંધાઈ છે. આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સુરત જિલ્લામાં તમામ તાલુકામાં એકથી સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાતા ચોમાસુ જામ્યુ હોય તેવો અનુભવ થઇ રહ્યું છે.
સુરત જિલ્લા ફલ્ડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ ગત ચોવીસ કલાક દરમિયાન તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. બારડોલીમાં ૧ મીમી ચોર્યાસીમાં ૧૫મીમી, કારેજમાં ૪ મીમી, મહુવામાં ૧૬ મીમી, માંડવીમાં ૧ મીમી, માંગરોળમાં ૧૦ મીમી, ઓલપાડમાં ૪૨ મીમી, પલસાણામાં ૫ મીમી, સુરત શહેરમાં ૧૮ મીમી અને ઉમરપાડામાં ૧૪ મીમી વરસાદ નોંધાયો હતો. આજે સવારથી જ જિલ્લામાં ફરી વરસાદી વાતાવરણ જામતા સવારે ૬થી બપોરે ૧૨ સુધી તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. બારડોલીમાં ૨૦ મીમી, ચોર્યાસીમાં ૫૨મીમી, કામરેજમાં ૭૨ મીમી, મહુવામાં ૧૯ મીમી, માંડવીમાં ૧૨ મીમી, માંગરોળમાં ૩૫ મીમી, ઓલપાડમાં ૧૫ મીમી, પલસાણામાં ૨૮ મીમી, સુરત શહેરમાં સૌથી વધુ ૮૪ મીમી અને ઉમરપાડા સૌથી ઓછો ૧૧ મીમી વરસાદ નોંધાયો હતો. સતત બીજા દિવસે ધીમી ધારે વરસાદથી ચોમાસુ જામ્યુ હોય તેવો અનુભવ થઈ રહ્યાં છે. હવામાન વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું છે કે, આગામી બે-ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહે તેવી શક્યતા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks