સુરત શહેર સહિત જિલ્લામાં ૮૦૦ સ્થળોએ યોગ કાર્યક્રમ યોજાયો

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૧
આજે સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. શહેર-જિલ્લાનો મુખ્ય કાર્યક્રમ સરસાણા ખાતે કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં શહેરીજનો હાજર રહી યોગ દિવસની ઉજવણી કરી હતી. શહેર-જિલ્લાની શાળા-કોલેજા સહિત વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે યોગ દિવસનો મુખય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે જિલ્લા કલેક્ટર દ્વારા છેલ્લા ઘણાં દિવસોથી તૈયારીઓ કરવામાં આવી હતી. કલેક્ટર કચેરીની સાથે સુરત મહાનગરપાલિકાની ટીમ પણ આ કાર્યક્રમમાં સંયુક્ત રીતે જોડાઈ હતી. પાલિકાના શહેરમાં વિવિધ ગાર્ડનો, કોમ્યુનિટી સેન્ટરો પાર્ટી પ્લોટ મળી કુલ ૮૦૦ થી વધુ સ્થળો પર યોગ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા હતા. સરસાણા ખાતે શહેર-જિલ્લાનો મુખ્ય કાર્યક્રમનું ઉદ્‌ઘાટન સાંસદ સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર ડો.જગદીશ પટેલ અને રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી ગણપત વસાવા વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks