સુરતમાં માખનચોર ફેશન સામે ૧.૧પ કરોડની ઠગાઈથી વધુ એક ફરિયાદ

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧
શહેરના રિંગરોડ વિસ્તારમાં આવેલી રઘુકુળ માર્કેટની માખન ચોર ફેશન સામે રૂ. ૧.૧૫ કરોડ ઠગાઈની વધુ એક ફરિયાદ નોંધાવા પામી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રિંગરોડ રઘુકુળ ટેક્ષ્ટાઈર્લ્સ માર્કેટમાં માખનચોર ફેશનના નામે દુકાન ખોલનાર અશોક ખેતાન, નારાયણ ખેતાન, મોહિત અશોક ખેતાને ફરિયાદી વેપારી તનમય મુરારીલાલ અગરવાલ પાસેથી રૂ. ૯૬,૨૮,૪૫૫નો માલ ઉધારમાં ખરીધ્યો હતો તેમજ એમ્બ્રોઈડરીવાળા મહેશભાઇ મિશ્રા પાસે રૂ. ૧૯,૫૨,૪૦૪નું જોબવર્ક કામ કરાવ્યું હતું. કુલ્લે રૂ. ૧,૧૫,૮૦,૮૫૯નું બાકી પેમેન્ટ નહીં ચૂકવી આ પાટી દુકાન બંધ કરી ઉઠમણું કર્યું હતું. બનાવ અંગે સલાબતપુરા પોલીસ મથકે તનમય મુરારલાલ અગ્રવાલે ફરિયાદ આપી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોધી પો.સ.ઈ. એ.એમ. વાળાએ તપાસ હાથ ધરી હતી.
અત્રે નોધનીય છે કે, સુરતની રઘુકુળ ટેક્ષટાઈલ માર્કેટમાં ચાર જેટલી પેઢીઓ ધરાવતા ખેતાન પરિવાર વિરુદ્ધ આ પૂર્વે પણ કરોડો રૂપિયાની છેતરપિંડી અંગે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. દરમિયાન વધુ એક વેપારીએ ખેતાન પરિવારની માખન ચોર ફેશન નામની વેપારી પેઢી વિરદ્ધ ઠગાઈ સંદર્ભે પોલીસ ફરિયાદ નોધાવતા પોલીસે ખેતાન પરિવાર વિરુદ્ધ વિસ્તૃત તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks