(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨
પોતાની પાછલા લાંબા સમયની પડતર માગણીઓના ઉકેલ માટે સુરતમાં આઈ.એમ.એ.ના નેજા હેઠળ તબીબોએ દેખાવો યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર આજના ગાંધીજયંતિ દિનને આઈ.એમ.એ. નાનપુરા જીવન ભારતી સ્કૂલના પટાંગણમાં એકઠાં થઇ દેખાવો કર્યો હતો. ત્યારબાદ ત્યાં જ હોલમા઼ આઈએમએની સામાન્ય સભા મળી હતી. આ સભામાં વિવિધ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. આ બાબત આઈ.એમ.એ. હેડકવાર્ટસના રાષ્ટ્રીય પ્રમુખ ડો. કે. કે. અગ્રવાલ અને માનદમંત્રી ડૉ.આર.એન. ટંડને જણાવે છે કે, એસોસિએશનના તમામ ડૉક્ટરો તેમની સામે થતાં અત્યાચારોને ખૂબજ શાંતિથી સહન કરે છે અમે આ પત્ર દ્વારા છેલ્લા દોઢ વર્ષમાં રજૂ થયેલી અમારી માગણીઓ તેમજ ઈન્ટરમિનિસ્ટર કમિટીની ભલામણો તાત્કાલિક રીતે સ્વીકાર કરવા વિનંતી કરીએ છીએ. આ ભલામણો અમલમાં ન આવતાં છઠ્ઠી જૂને સમગ્ર દેશમાંથી લગભગ ૧૦ હજાર જેટલા ડોક્ટરો રાજઘાત પરથી રેલી કાઢી હતી. ૯૦ હજાર જેટલા ડોક્ટરોએ એનો વિરોધ નોંધાવ્યો હતો.
આ ઉપરાંત ગુજરાત રાજ્યના પ્રમુખ ડો. યોગેન્દ્ર મોદી અને માનદમંત્રી ડો. કમલેશ શૈની ક્લિનીકલ એસ્ટાબિલિસ્ટમેન્ટનો સખત વિરોધ કરી રહા છીએ. અને એની સાથે સિંગલ વીન્ડો ક્લિનીક માટે એનએબીએચ નાબૂદ કરવાનુ઼ પણ જણાવે છે. સુરત બ્રાન્ચના પ્રમુખ ડો. નીતિન ગર્ગ અને સેક્રેટરી ડો. હીરલ શાહ જણાવે છે ગ્રાહક સુરક્ષા ધારામાં ખૂબ જ ઊંચુ વળતરના ચૂકાદા પર નિયંત્રણનો સમય પાકી ગયો છે અને દરે તબીબ તેમના પર લાગેલા ખોટા કાયદાઓનો વિરોધ કરે છે. આઈ.એમ.એ.ની માંગણીઓના મુખ્ય મુદ્દાઓમાં ડોક્ટરો તથા હોસ્પિટલ કર્મચારીઓ પરના હુમલાના કિસ્સાં કડક કેન્દ્રીય કાયદો. કન્ઝયુમર પ્રોટેકશન એકટ અંતર્ગત ડોક્ટરો દ્વારા ચૂકવવા પડતા વળતરની મહત્તમ મર્યાદા રાખવાની માગ, દરદીઓની સારવાર અને પ્રિસ્ક્રીપ્શન પર સ્વાયત્તા. પીસી પીએનડીટી, સેન્ટ્રલ (સીઈએ)ના કાયદામાં જરૂરી સુધારાઓ. ક્રોસપથીનો વિરોધ, એમબીબીએસ ગ્રેજ્યુએટને વિશેષાધિકાર. એક દવા – એક કંપની – એક કિંમત. આંતર મંત્રીય કમિટીની ભલામણોનો છ અઠવાડિયામાં અમલીકરણ, જુદી જુદી જાતની પરમિશન માટે એક જ સિંગલ વિન્ડોની વ્યવસ્થા, ડોક્ટરોનું રજિસ્ટ્રેશન અને તબીબી વ્યવસ્થાનું એક જ જગ્યાએ કાર્યવાહી થાય તેવી રચના. એનએમસી તો નહીં જ, આઈએમસીમાં જરૂરી સુધારા વધારા કરીને તબીબ વ્યવસાયની સ્વાયત્તાની જાળવણી. નેક્સ્ટના બદલે એમબીબીએસની સમગ્ર દેશમાં એકસરખી પરીક્ષા. તબીબી શિક્ષકોને નોકરી માટે સમગ્ર દેશમાં એક સરખું ધારાધોરણનો અમલ. સરકારની તમામ હેલ્થ કમિટીમાં આઈ.એમ.એ.ના સભ્યને સ્થાન, ખોટી રીતે પ્રેક્ટિસ કરતા ઝલા છાપ ડોક્ટરોના વિરોધમાં કેન્દ્રીય કાર્યવાહી, ખાનગી ક્ષેત્રમાં તાત્કાલિક સારવારનું રિએબર્સમૈન્ટ. ૨૫,૦૦૦ ફેમિલી ફિઝીશ્યનના પી.જી. સીટોની ફાળવણી. દરેક પ્રકારની તબીબી સારવાર માટે જીડીપીના ૫ ટકા હેલ્થ બજેટ માટે ફાળવણી સહિતની માંગણીઓ કરી હતી.