જીએસટીના વિરોધમાં સુરત સહિત રાજ્યના ટેક્ષટાઈલ માર્કેટમાં વેપારીઓ પાળેલા બંધ દરમ્યાન સુરત ખાતે વેપારીઓ પર થયેલા પોલીસ અત્યાચારના વિરોધમાં અમદાવાદના પાંચકૂવા વિસ્તારમાં આવેલું કાપડ બજાર ગુરૂવારે મધ્યાહ્ન બાદ બંધ કરાવી દેવામાં આવ્યું ત્યારે બજારમાં વેપારીઓના ટોળા એકત્રિત થઈ ગયા હતા. પોલીસ દમનના વિરોધમાં અમદાવાદ સહિત રાજ્યના કાપડના વેપારીઓએ રોષ વ્યક્ત કરી બંધ પાળ્યો હતો. જો કે આ બંધ માત્ર એક દિવસ પૂરતું ન રાખી સુરતના કાપડના વેપારીઓ અમદાવાદ સહિત અન્ય શહેરોમાં બંધ રાખવા અમદાવાદ આવ્યા હતા. જીએસટીમાંથી મુક્તિની માગ સાથે રાજ્યની ૧૬પ માર્કેટના ૭પ હજાર વેપારીઓએ જડબેસલાક બંધ રાખી પોતાનો વિરોધ ચાલુ રાખ્યો હતો.
Facebook
0
Twitter
0