સુરતની મીઠી ખાડી ઓવરફ્લો જ્યારે મહુવામાં ૧૦ ઈંચ વરસાદ ખાબક્યો

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૮
શહેર- જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી થઈ રહેલ સતત વરસાદના પગલે શહેરમાંથી પસાર થતી ખાડીઓ બન્ને કાંઠે વહી રહી છે. આજે મીઠી ખાડી ઓવરફલો થતા પરવત ગામ સરસ્વતી સ્કૂલ પાસે પાણીનો ભરાવો થયો હતો.
સુરત શહેરના ઉપરવાસમા઼ આવેલ બારડોલીમાં ચાર ઈંચ, ચોર્યાસીમાં અઢી ઈંચ, કામરેજમાં એક ઈંચ, મહુવામાં દસ ઈંચ અને સુરત શહેરમાં એક ઈંચ વરસાદ ગત ચોવીસ કલાક દરમિયાન ઝિંકાયું છે. શહેરમાંથી પસાર થતી ખાડીઓ ગતરોજથી જ બન્ને કાંઠે વહી રહી છે. આજે સવારે મીઠી ખાડી ભયજનક સપાટી ૭.૨૫ મીટરની સામે ૭.૫૦ મીટરની સપાટીએ ઓવરફલો થઈ હતી. ૦.૨૫ મીટર મીઠી ખાડી ઓવરફલો થતા પરવત ગામના પાદરે ૨થી ૩ ફૂટ ખાડીના પાણી પ્રવેશ્યા હતા. સરસ્વતી વિદ્યાલયના ગ્રાઉન્ડમાં ચાર-પાંચ ફૂટ જેટલું પાણી જમા થયું હતું. લીંબાયત ઝોન દ્વારા નીચાણવાળા વિસ્તાર પર સતત વોચ રાખવામાં આવી રહી છે. કાકરાખાડીની સપાટી ૫.૮૦ મીટર, ભેદવાડ ખાડીની સપાટી ૫.૯૦ મીટર, મીઠીખાડીની સપાટી ૭.૫૦ મીટર, ભાઠેના ખાડીની સપાટી ૬.૧૦ મીટર અને સીમાડા ખાડીની સપાટી ૩.૨૦ મીટર નોધાઈ છે.
મધ્યપ્રદેશમાં ધીમી ધારે સતત વરસી રહેલા વરસાદના પગલે ઉકાઈ ડેમમા઼ પણ ઈન્ફલો થઈ રહ્ના છે. આજે ડેમની સપાટી ૩૧૨.૨૭ ફૂટ અને ૧૧ હજાર કયુસેકની આવક થઈ રહી છે.
સિંચાઈ વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત ચોવીસ કલાક દરમિયાન ઉકાઈના ઉપરવાસમાં આવેલ મહારાષ્ટ અને મધ્યપ્રદેશના કેચમેન્ટ એરિયામાં ધીમી ગતિએ વરસાદ નોધાયો છે. ટેસ્કામાં ૧૭ મીમી, લખપુરીમાં ૨ મીમી, ચીખલધરામાં ૩૭ મીમી, ગોપાલખેડામાં ૨ મીમી, દેડતલાઈમાં ૫ મીમી, બુરહાનપુરમાં ૯ મીમી, યરલીમાં ૧ મીમી, હથનુરમાં ૨ મીમી, ભુસાવલમાં ૧ મીમી, ગીરનામાં ૮ મીમી, દહીગામમાં ૯ મીમી, ગીધોડમાં ૨ મીમી, સારનખેડામાં ૧ મીમી, ચીકલોદમાં ૨ મીમી, સાગબારામાં ૨૪ મીમી, ખેતીયામાં ૨ મીમી, નંદરબારમાં ૮ મીમી મળી તમામ ગેજસ્ટેશનમાં ગત ૨૪ કલાક દરમિયાન ૧૪૮.૬૦ મીમી અને સરેરાશ ૭.૦૮ મીમી વરસાદ નોધાયો હતો. હથનુર ડેમની ભયજનક સપાટી ૨૧૪ મીટરની સામે આજે સવારે ૨૦૮.૫૪૦ મીટર સપાટી નોધાઈ છે. હથનુર ડેમમાંથી તાપી નદીમાં ૩૮૩.૫૦૦ ક્યુસેક્સ પાણી છોડાઈ રહ્યું છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે અને ડેમનું આજનું રૂલ લેવલ ૩૩૩ ફૂટ છે જેની સામે આજે બપોરે ૧૨ કલાકે ઉકાઈ ડેમની સપાટી ૩૧૨.૨૭ ફૂટ નોધાઈ ડેમમાં ૧૧ હજાર કયુસેકની આવક થઇ રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks