(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.પ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં ખાખરાળી પાસે ૨ પુત્રો અને પિતા એમ ટ્રિપલ સવારી સ્પ્લેન્ડર બાઈક નં.જી.જે.૧૩ એ.એફ-૦૨૦૦નું બાઈક લઈને જતાં હતા. ત્યારે અચાનક પાછળથી આવી રહેલ ટ્રકએ બાઈકને ટક્કર મારી અડફેટે લેતા ઘટના સ્થળે જ ત્રણેય પિતા પુત્રના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.
એક સાથે અકસ્માતમાં ૨ પુત્રો અને પિતાનું કમકમાટી ભર્યુ મોત નિપજ્તા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. થાન ખાખરાળી રોડ ઉપર રાત્રિ દરમિયાન ટ્રાફિક જામ થયો હતો.
પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી અને આ ત્રણેય પિતા અને બે પુત્રોના મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા ટ્રાફિક હળવું કરવામાં આવ્યું હતું અને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી ત્યારે ગઈકાલે એક જ દિવસમાં અકસ્માતમાં પાંચ જિંદગી હોમાઈ હતી.
ત્યારે ગઈકાલે બપોરનાં સમયે સુરેન્દ્રનગર જિલ્લાના ઠેઢકી પાસે અકસ્માતમાં ૨ના મોત નિપજ્યા હતા. ત્યારે મોડી રાત્રે ફરી એકવાર અકસ્માતમાં પિતા અને બે પુત્રો સહિત ત્રણના મોત નિપજ્યા હતા.