આગામી મહિને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ પાકિસ્તાની સમકક્ષને મળે તેવી શક્યતા

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
સંયુક્ત રાષ્ટ્રની મહાસભા (યુએનજીએ) દરમિયાન આગામી મહિને ભારતના વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ ન્યૂયોર્કમાં તેમના પાકિસ્તાની સમકક્ષ શાહ મેહમૂદ કુરેશીને મળે તેવી શક્યતા છે. આગામી ૧૮ સપ્ટેમ્બરના રોજ શરૂ થનારી સંયુક્ત રાષ્ટ્રસંઘની ૭૩મી મહાસભામાં બંને વિદેશમંત્રીઓ હાજર રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના નવા ચૂંટાયેલા વડાપ્રધાન ઈમરાનખાને શપથ લીધા બાદ તેમને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ આ બાબત સામે આવી હતી.
ગત સપ્તાહે, પાકિસ્તાને એવા સંકેત આપ્યા હતા કે, સરકારે ખર્ચાઓમાં ઘટાડાનો આદેશ આપ્યો હોવાને કારણે ઈમરાનખાન કદાચ આ બેઠકમાં હાજરી આપી શકશે નહીં. જો કે, વરિષ્ઠ પાકિસ્તાની રાજદૂતોએ તેમને તેમના આ નિર્ણય અંગે પુનઃવિચાર કરવાની વિનંતી કરી છે અને કહ્યું છે કે, ખાસ કરીને કાશ્મીર અને અફઘાનિસ્તાન જેવા મુખ્ય મુદ્દાઓ પર પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવું એ ભંડોળનો બગાડ નથી.
આ પહેલા રર ઓગસ્ટના રોજ ખાને સ્વરાજ અને કુરેશી વચ્ચેની મુલાકાતના સંદર્ભમાં રસ દાખવતા કહ્યું હતું કે, બંને દેશોએ પોતાના મતભેદો દૂર કરવા માટે સંવાદમાં જોડાવવું જોઈએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks