National

એરફોર્સ સ્ટ્રાઇક : સરકારના આતંક વિરોધી ઓપરેશનને તમામ વિરોધ પક્ષોનું સમર્થન : સુષમા સ્વરાજ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૬
ભારતીય વાયુસેના દ્વારા પીઓકેમાં આતંકવાદીઓ પર કરાયેલી મોટી કાર્યવાહી બાદ વિદેશ મંત્રી સુષમા સ્વરાજની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક બોલાવાઇ હતી. બેઠક બાદ કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદે કહ્યું કે, અમે સેના દ્વારા કરાયેલી કાર્યવાહીની પ્રશંસા કરી છે. આતંકવાદનો સફાયો કરવા માટે અમે હંમેશા સેના સાથે છીએ. બીજી સારી વાત એ છે કે, આ સ્ટ્રાઇક મુખ્યરીતે આતંકવાદીઓ અને આતંકવાદી કેમ્પોને નિશાન બનાવી કરવામાં આવી હતી. બેઠક સમાપ્ત થયા બાદ સુષમા સ્વરાજે તમામ વિપક્ષી દળોનો અભાર માન્યો હતો. સુષમા સ્વરાજે કહ્યું કે, મોટા આતંકવાદી કેમ્પો પર એરફોર્સ દ્વારા કરાયેલા ઓપરેશન અંગે જાણકારી આપવા માટે મેં સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. બેઠકમાં સરકાર તરફથી ગૃહમંત્રી રાજનાથ સિંહ, નાણામંત્રી અરૂણ જેટલી, સંસદીય કાર્ય રાજ્યમંત્રી વિજય ગોખલે તથા લગભગ તમામ મોટા પક્ષોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. મને ખુશી છે કે, તમામ પ્રતિનિધિઓએ એક સ્વરમાં ભારતીય હવાઇ દળને અભિનંદન આપ્યા છે. પછી સરકાર દ્વારા કોઇપણ આતંકવાદી વિરોધી કાર્યવાહી માટે હંમેશા સમર્થન આપવાનુું આશ્વાસન આપ્યું છે. તમામે પક્ષ અને વિપક્ષનું અંતર જાળવ્યા વિના એકજૂથતાનું પ્રદર્શન કર્યું છે. અહેવાલો અનુસાર સુષમા સ્વરાજે વિપક્ષને માહિતી આપી હતી કે, ભારતીય એરફોર્સની સ્ટ્રાઇક મુદ્દે તેમણે અમેરિકાના સચિવ માઇકલ પોમ્પિયોને વાત કરી છે. ભારતની એરસ્ટ્રાઇક મુદ્દે તમામ પક્ષોએ એકતાનું પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સૌથી પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. અન્ય નેતાઓમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ, રામ માધવ, કોંગ્રેસના નેતા શશી થરૂર, મમતા બેનરજી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલમનો સમાવેશ થાય છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

    દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
    Read more
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.