લિજીયે બ્લોક કર દીયા, સુષમા સ્વરાજે ટ્‌વીટર પર ઈન્ટર ફેઈથ કપલના પાસપોર્ટ વિવાદમાં ટીકાકારને વળતો પ્રહાર કર્યો

(એજન્સી) નવી દિલ્હી, તા.૩
વિદેશમંત્રી સુષમા સ્વરાજ દ્વારા લખનૌના દંપતીને પાસપોર્ટ આપવા માટે કરેલી દખલગીરી બાદ તેમને મોટાપાયે ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ ગૃહમંત્રી રાજનાથસિંહે સુષમા સ્વરાજનો બચાવ કરી તેમની સાથે થયેલ ટ્રોલને ખોટો બતાવ્યો. જે તદ્દન ખોટો છે. રાજનાથસિંહનો સાથ મળતાં જ સુષમાની જોરદાર વાપસી થઈ હતી. સુષમાએ ટ્રોલ કરનારાઓએ જડબેસલાક જવાબ આપ્યો. ટ્રોલ કરવા બદલ એક કાર્યકરને ટ્‌વીટર પર બ્લોક કર્યો. દક્ષિણપંથી સમર્થક સોનમ મહાજન નામની ટ્‌વીટર યુઝર્સે પાસપોર્ટ વિવાદ સાથે જોડાયેલ ખબર બાદ સુષમા સ્વરાજને ટ્રોલ કર્યા હતા. સોનમ મહાજને ટ્‌વીટર પર સુષમા સ્વરાજને ટ્રોલ કરતા લખ્યું કે, આ લોકો ગુડગવર્નન્સ આપવા આવ્યા હતા. જુઓ હવે અચ્છે દિન આ ગયે. સુષમા સ્વરાજજી હું તમારી ફેન હતી. જેમણે તમારી સાથે અભદ્ર વ્યવહાર કર્યો તેની સામે મેં લડાઈ લડી. હવે તમે મને બ્લોક કરી ઈનામ આપો. રાહ જોઉ છું સોનમ મહાજન મોટાભાગે સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે અને તેમના કોમેન્ટ્‌સમાં રાજનેતાઓ અને સેલિબ્રિટી નિશાન પર રહે છે. સુષમા સ્વરાજે તરત જ સોનમ મહાજનના એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું. આંતરધર્મીય લગ્ન કરનાર દંપતીને સુષમા સ્વરાજે દખલ કરી પાસપોર્ટ અપાવ્યો હતો. ત્યારબાદ તેમને ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો.

સુષમા સ્વરાજ ટ્રોલિંગ : તે ભાજપના રાક્ષસોનો ભોગ બન્યા : કોંગ્રેસ

(એજન્સી) નવી દિલ્હી,તા.૩
કોંગ્રેસે આરોપ મૂકયો છે કે, ભાજપે ઊભા કરેલા રાક્ષસોનો વિદેશમંત્રી સુષમા સ્વરાજ ભોગ બન્યા છે. સુષમા સ્વરાજને ટ્રોલ કરવાની ઘટાનાને કોંગ્રેસે વખોડી છે. તે જ દિવસે ટ્‌વીટર પર કોંગ્રેસના પ્રિયંકા ચતુર્વેદીની ૧૦ વર્ષની પુત્રીને પણ રેપની ધમકી મળી હતી. કોંગ્રેસના પ્રવકતા અભિષેક મનુ સંઘવીએ કહ્યું કે તેમણે સુષમા સ્વરાજના ટ્રોલિંગને વખોડયું. પરંતુ ભાજપના કોઈ નેતા તે માટે આગળ આવ્યા નહીં. કોઈપણ વ્યક્તિ રાક્ષસ પેદા કરે છે તે તેને જ ભરખી જાય છે. વાઘ પર સવારી કરનારને જ ભૂખ્યો વાઘ ભોજન બનાવે છે. તમારે કયારે નીચે ઉતરી જવું પડે તે તમે નક્કી કરી શકો નહીં. સુષમા સ્વરાજને આ જ ટાઈગરોએ નીચે ઉતારી દીધા. તેઓ કહેશે નહીં, તેમના વતી હું કહું છું કે સુષમા સ્વરાજ રાક્ષસોનો ભોગ બન્યા છે. જે તેમના પક્ષની વિચારધારાએ સર્જન કર્યા છે. પક્ષના કેટલા લોકોએ તેને વખોડ્યો ? કોંગ્રેસ પ્રવકતાએ પ્રિયંકા ચતુર્વેદીની પુત્રી અંગે ટ્રોલને પણ વખોડ્યો હતો જે ખરાબ રીતે ટ્રોલ કરાયો હતો. મુદ્દો એ છે કે, સોશિયલ મીડિયા આવતીકાલે તમને ડંખ મારશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks