વિરોધીઓને સબક શીખવાડવા નિવેદન આપ્યું હોવાનો ચૌહાણનો સ્વબચાવ

ગોધરા, તા. ર૧
પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ ચુંટણીઓમાં પોતાના પસંદ ચહેરાઓને સત્તાસ્થાને બેસાડવામાં સફળ થયેલા ગોધરાના સાંસદ પ્રભાતસીંહ ચોહાણે આગામી લોકસભા ચુંટણીમાં મારી ટીકીટ કાપવા માટે કોઈ જન્મ્યો નથી આ વિવાદિત નિવેદનને પડકાર સમજીને ભાજપના દરબાર ગઢમાં ભારે ગંભીર નોંધ લેવામાં આવી હશે.
આ નિવેદન મુદ્દે સ્પષ્ટતા કરવા માટે ગોધરાના સાંસદ પ્રભાતસીંહ ચોહાણે આજરોજ પત્રકારોને બોલાવ્યા હતા. એમાં જણાવ્યુ હતુ કે ગઈકાલના મારા નિવેદનમાં હું પક્ષની વિચારધારાના વિરોધમાં નહી પરંતુ જિલ્લા પ્રમુખની ચુંટણીઓમાં અમારા પક્ષના કેટલાક સભ્યો મારો વિરોધ કરતા હતા અને કોંગ્રેસની સત્તા આવે આ માટેના પ્રયાસો કરતા હતા.
આ હાજર મારા વિરોધીઓને સબક શીખવાડવાનો સંદેશો આપવા માટે મે જણાવ્યું હતું.
વધુમાં પક્ષમહાન છે. વ્યક્તિ મહાન નથી અને તેઓ ભાજપની વિચારધારાને અનુસરી પક્ષના હિત માટે કામ કરી રહ્યા હોવાના ગુણગાણો વચ્ચે સાંસદ પ્રભાતસીંહ ચોહાણે જણાવ્યુ હતુ કે ટીકીટ માટે લડતની પણ જરૂર પડે મારામારી પણ કરવી પડે પરંતુ પક્ષ જેને ટીકીટ આપે ત્યારે મતભેદો ભુલીને જીતાડવો પણ પડે!! જા પક્ષના શિસ્તમાં ના રહીએ તો શંકરસીંહ વાઘેલા જેવી દશા થાય.
ગોધરાના સાંસદ પ્રભાતસીંહ ચોહાણે પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરવા અને ભાજપના દરબારને ખુશ કરવા માટે ખુદ ભાજપના કેટલાક સદસ્યો તેઓના વિરોધીઓને સબક શિખવાડવા માટે મે જણાવ્યુ હોવાનું કહેતા ભાજપના રાજકારણમાં ચર્ચાઓ ઉભી થવા પામી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks