સ્વચ્છતા અભિયાનની પૂર્ણાહૂતિ વિજેતાઓને ઈનામો અર્પણ કરાયા

અમદાવાદ, તા.૨
ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાન હેઠળ અમદાવાદ શહેરમાં ૧૫ સપ્ટેમ્બરથી શરૂ કરવામા આવેલા સ્વચ્છતા અભિયાનનો આજે વિવિધ છ ઝોનમા રેલી અને વિજેતાઓને ઈનામ વિતરણ સાથે અંત આવ્યો છે. કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત અભિયાન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ પણ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમા ૧૫ સપ્ટેમ્બરથી સ્વચ્છતા પખવાડિયાનો આરંભ કરવામા આવ્યો હતો.આજે અંતિમ દિવસે અમદાવાદ શહેરના મેયર ગૌતમ શાહ,ડેપ્યુટી મેયર પ્રમોદાબેન સુતરીયા,સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પ્રવિણ પટેલ, સહિતના અન્ય હોદ્દેદારોની હાજરીમા અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમા સફાઈ ઝુંબેશ સાથે સ્વચ્છતા રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા પશ્ચિમ ઝોનમાં વી.એસ.હોસ્પિટલથી, દક્ષિણઝોનમાં એલ.જી. હોસ્પિટલથી, પૂર્વઝોનમાં ગોમતીપુર સબઝોન ઓફિસથી, મધ્યઝોનમાં અંજુમન હાઈસ્કૂલ પાસેથી ઉત્તરઝોનમાં સેંટ ઝેવિયર્સ સ્કુલ સરદારનગરથી અને નવા પશ્ચિમઝોનમાં ગોતા મસ્ટર ઓફિસ ખાતેથી આ રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જે દરમિયાન વી.એસ.હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા સફાઈ કામદારો પૈકી સારી કામગીરી કરનારા કર્મચારીઓનુ સન્માન કરી મેયર દ્વારા ઈનામ આપવામા આવ્યુ હતુ.આ સાથે જ સ્વચ્છતા જાગૃતિ અંગે નાટક ભજવવામા આવ્યુ હતુ.કાર્યક્રમમા હાજર રહેનારા તમામને ભીના તેમજ સુકા કચરાના વર્ગીકરણ અંગે શપથ લેવડાવવામા આવ્યા હતા.તમામ છ ઝોનમા પણ આ પ્રમાણે સારી કામગીરી કરનારાઓને સન્માનિત કરીને તેમને ઈનામ આપવામા આવ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks