સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત ભરૂચ રેલવે સ્ટેશન ખાતે નાટક યોજાયું

(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા.૩૦
રેલવે સ્ટેશનો પર તેમજ ટ્રેનમાં સફાઈ પર વધુ ભાર મૂકતા રેલવે દ્વારા અલગથી હાઉસકીપિંગ વિભાગની સ્થાપના કરવામાં આવી છે. એન્વાયરમેન્ટ એન્ડ હાઉસકીપિંગ મેનેજમેન્ટ (ઇએનએચએમ) વિંગ દ્વારા સ્ટેશન પરિસરની સફાઈ પર નજર રાખવાની સાથે ટ્રેનોમાં ઓનબોર્ડ સફાઈ પર પણ નજર રાખવામાં આવશે. વધુમાં રેલવે દ્વારા ૧૬ ઓગસ્ટથી ૩૦ ઓગસ્ટ સુધી અમદાવાદ સહિત દેશભરમાં સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્યારે ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝન, એચ.એસ.ઈ. ફાઉન્ડેશન તેમજ શાંતિનિકેતન વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા અને અનુલક્ષીને ભરૂચના રેલવે સ્ટેશન ખાતે રજૂ કરવામાં આવેલ નુક્કડ નાટકે ભારે આકર્ષણ જમાવ્યું હતું.
તેમજ વિદ્યાર્થીઓ અને રેલવેમાં મુસાફરી કરતાં લોકોને સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી સાથે સ્વચ્છતા માટેના શપથ પણ લેવડાવ્યા હતા. ઉપરાંત જીવંત ટ્રેનના રૂપમાં સ્વચ્છતા રેલી પણ શાળાના બાળકો દ્વારા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે વડોદરા પશ્ચિમ રેલવે ડિવિઝનના ડી.આર.એમ. અમિતકુમાર સિંહની ઉપસ્થિતિમાં રેલવે પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સિનિયર ડી.સી.એમ. ડૉ.ઝેનિયા ગુપ્તા, ગાંધીવાદી વિચારક બદ્રીભાઈ જોશી, કિરીટસિંહ મહિડા, તેમજ એચ.એસ.ઈ. ફાઉન્ડેશન વતી તુલસીપુરી ગોસ્વામીએ પોતાની હાજરી આપી બાળકોને અને મુસાફરોને સ્વચ્છતા બાબતે જાગૃત થવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks