સ્વામી અગ્નિવેશ પર થયેલા કાયરતાપૂર્ણ હુમલાનો દેશના વિવિધ ભાગોમાં વિરોધ

(એજન્સી) તા.૧૯
જાણીતા કર્મશીલ અને શાંતિદૂત સ્વામી અગ્નિવેશ પર મંગળવારે થયેલા હુમલાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. ૧૯ જુલાઈના દિવસે બેંગ્લુરૂ, મુંબઈ, દિલ્હી અને અન્ય શહેરોમાં આ નિર્લજજ ઘટના સંદર્ભે વિરોધ પ્રદર્શનો થયા હતા. જાણીતા સામાજિક કાર્યકરો કવિતા ક્રિષ્નન અને સુચેેતા ડેએ સાંજે પાંચ વાગ્યે નવી દિલ્હીના સંસદ માર્ગ પર ટોળા દ્વારા હુમલાનો વિરોધ કરવા માટે નાગરિક સભાનું આયોજન કર્યું હતું. ભુનેશ્વરના કેન્ટીન સ્કવેર ખાતે ઈન્સાફના રાજય સંયોજક નરેન્દ્ર મોહાન્તીએ સાંજે પાંચ વાગ્યે વિરોધ-પ્રદર્શનનું આયોજન કર્યું હતું. આ ઉપરાંત મુંબઈના કેપિટોલ સિનેમા નજીક પણ વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ-પ્રદર્શનમાં આનંદ પટવર્ધન, કોમરેડ રેગ, કોમરેડ પ્રકાશ રેડ્ડી, કોમરેડ અનિલ ત્યાગી, વર્ષા વિદ્યા વિલાસ, જતીન દેસાઈ, ફિરોઝ મીઠીબોરવાલા, ઈરફાન એન્જિનિયર, રવિ ભિલાને, એમ.એ. ખાલિદ, અજમલખાન, નુરૂદ્દીન નાઈક અને જયોતિ બાડેકર જેવી ખ્યાતનાથ હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. ગુરૂવારે બેંગ્લુરૂના ટાઉન હોલ ખાતે નાગરિક અધિકાર સંગઠનો દ્વારા વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ સ્ટુડન્ટસ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશને સમગ્ર દેશમાં આવેલા તેના વિવિધ કેન્દ્રો પર આ હુમલાનો વિરોધ કર્યો હતો. બુધવારે જયપુરના આંબેડકર સર્કલ ખાતે રેલી કાઢવામાં આવી હતી. તેમજ તેલંગણાના ખમ્મામમાં ફાસીવાદી શકિતઓના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. એક ન્યુઝ ચેનલના અહેવાલ પ્રમાણે ઝારખંડ વિધાનસભામાં પણ આ ઘટનાના પડઘા પડયા હતા. જેના કારણે ગૃહની કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી. કેનેડિયન સંગઠન ઈન્ડિયન્સ એબ્રોડ ફોર પ્લુરાલીસ્ટ ઈન્ડિયાએ સ્વામી અગ્નિવેશ પર થયેલા હુમલાની નિંદા કરતા કહ્યું હતું કે, અગ્નિવેશ અંધશ્રધ્ધા અને ધાર્મિક કટ્ટરવાદની જાહેરમાં નિંદા કરે છે. તેમણે ભાજપના રાજમાં વધતી જતી અસહિષ્ણુતા અને લઘુમતીઓ પર થતા હુમલા વિરૂધ્ધ પણ અવાજ ઉઠાવ્યો હતો. ઝારખંડની મુલાકાત દરમ્યાન ભાજપ સાથે સંકળાયેલા લોકોએ તેમની સાથે નિર્દયતાપૂર્વક મારપીટ કરી હતી. આ હુમલાનો ઉદ્દેશ્ય અગ્નિવેશને ડરાવીને તેમનો અવાજ દબાવવાનો હતો. અગ્નિવેશને ગંભીર રીતે ઘાયલ કરનાર આ ઘટનાને નરેન્દ્ર ડાભોલકર, એમ.એમ. કલબુર્ગી, ગોવિંદ પાનસરે અને ગૌરી લંકેશની હિન્દુ કટ્ટરવાદીઓએ કરેલી હત્યાના સંદર્ભમાં જોવી જોઈએ.

હુમલા પછી અગ્નિવેશને વિવિધ નેતાઓનું સમર્થન, ન્યાયિક તપાસની માંગ

(એજન્સી) તા.૧૯
ભાજપ સિવાય જુદી-જુદી રાજકીય પાર્ટીના નેતાઓએ સ્વામી અગ્નિવેશ પર ૧૭ જુલાઈના રોજ ઝારખંડમાં થયેલા હુમલાને વખોડી નાંખ્યો હતો. ૧૮ જુલાઈના દિવસે રાંચીમાં એક પત્રકાર-પરિષદનું આયોજન કરી સામાજિક કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે, આર.એસ.એસ, ભાજપ અને તેની યુવા પાંખ બી.જે.વાય.એમ. તેમજ એ.વી.બી.પી. જેના જમણેરી સંગઠનો સાથે સંકળાયેલા લોકોએ સ્વામી અગ્નિવેશ પર કરેલો હુમલો પૂર્વ આયોજિત હતો. એક નેતાએ કહ્યું હતું કે, “આ ઘટનાને અલગ પાડીને જોઈ ન શકાય. તે સમગ્ર રાજ્યમાં ટોળા દ્વારા કરવામાં આવતાં શ્રેણીબદ્ધ હુમલાઓનો ભાગ છે, અને જેમને શાસક પક્ષનું સમર્થન છે. અમે ન્યાયિક તપાસ સિવાય કોઈ તપાસનો સ્વીકાર નહીં કરીએ.”

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks