સ્વામી પ્રબોધનાનંદે હિન્દુઓને ૮ બાળકો પેદા કરવાની અપીલ કરી

વડાપ્રધાન મોદી પર નિશાન સાધવાની સાથે

(એજન્સી)                  તા.૧

સનાતન ધર્મ મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મહામંડલેશ્વર સ્વામી પ્રબોધનાનંદ ગિરી મહારાજે રામમંદિર નિર્માણની ઘોષણા ન કરવા અને ગૌહત્યા પર સમગ્ર દેશમાં પ્રતિબંધ ન મૂકવા માટે મોદીની આલોચના કરી છે. પ્રબોધનાનંદે કહ્યું કે ટૂંક સમયમાં ઉત્તર પ્રદેશમાં હિન્દુઓની રક્ષા માટે હિન્દુ સુરક્ષાનું નિર્માણ કરવામાં આવેશે. ઉલ્લેખનીય છે કે આવું પ્રથમ વખત નથી બન્યું કે કોઈ સાધુ-સંતે હિન્દુઓને વધુ બાળકો પેદા કરવાની અપીલ કરી હોય. આ અગાઉ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે પણ હિન્દુઓને વધુ બાળકો પેદા કરવાની અપીલ કરી હતી ત્યારે આગ્રામાં ભાગવતે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે કયા કાયદામાં હિન્દુઓને ઓછા બાળકો પેદા કરવાનું કહેવામાં આવ્યું છે. કે પછી કયા કાયદામાં હિન્દુઓને બાળકો પેદા કરવાથી રોકવામાં આવ્યા છે. ભાજપના વિવાદિત નેતા સાંસદ સાક્ષી મહારાજ પણ ઘણી વખત હિન્દુ મહિલાઓને ઓછામાં ઓછા ચાર બાળકો પેદા કરવાની વાત કહી ચૂક્યા છે. ત્યાં જ્યોર્તિમઠના શંકરાચાર્ય વાસુદેવાનંદ સરસ્વતી હિન્દુઓને બે બાળકોના સ્થાને ૧૦ બાળકો પેદા કરવાનું આહ્વાન કરી ચૂક્યા છે. વાસુદેવાનંદે દાવો કર્યો હતો કે હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે અને તેને જાળવી રાખવા માટે બાળકો પેદા કરવા જરૂરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks