સ્વાઈન ફ્લૂની દવા પૂરતા પ્રમાણમાં હોવાનો આરોગ્ય મંત્રીનો દાવો

અમદાવાદ, તા.૧૦
રાજ્યભરમાં સ્વાઈન ફ્લુનો આતંક છે ત્યારે સરકાર તરફથી ખાતરી આપવામાં આવી હતી કે, સ્વાઈન ફ્લુની ટેમીફ્લુ દવા પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. મંત્રીએ કહ્યું હતું કે, રાજયમાં સ્વાઈનફલુ માટેની ટેમીફલુ ટેબલેટ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. સ્વાઈન ફ્લુ જેવા રોગો અટકાવવા રાજય સરકારે ઘરે ઘરે સર્વેલન્સનું અભિયાન હાથ ધર્યું છે. રોજના ૧૦૦૦થી વધુ લોકોનો સર્વે કરાઈ રહ્યો છે. સ્વાઈન ફ્લુ અટકાવવાના ભાગરૂપે પીએચસી, સીએચસી, સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં ટેમીફલુની દવા ઉપલબ્ધ કરાવાઈ છે. આજના આ રાજ્યકક્ષાના વર્કશોપમાં પણ સ્વાઈન ફ્લુથી કઈ રીતે બચી શકાય તેની વિગતે માહિતી આપવામાં આવી હતી. વર્ષ-૨૦૨૨ સુધીમાં ગુજરાતને મેલેરિયા મુક્ત કરવાના લક્ષ્યાંકને આપણે સાથે મળીને સિદ્ધ કરવાનો છે. રાજયમાં વર્ષ-૨૦૧૫-૧૬થી કુપોષણ મુક્ત ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ કરાયો છે. નીતિ આયોગ દ્વારા સુચવાયા મુજબના ૭-૧૧ આરોગ્ય ઈન્ડીકેટર્સ હાંસલ કરવા આરોગ્યની ટીમ ગુજરાતે ચોક્કસ નિર્ધાર કર્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા ૭-૧૧ સુચકાંકો ઉપર ખાસ ભાર મુકવામાં આવશે, તેમ આજે ગાંધીનગરમાં નીતિ આયોગના મુદ્દાઓના સુદ્રઢ અમલીકરણ માટે યોજાયેલી સંવેદના કાર્યશાળામાં આરોગ્યમંત્રી શંકર ચૌધરીએ પ્રેરક ઉદબોધન કરતાં જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks