સ્વાઈન ફ્લૂનો આતંક વધ્યો : એક જ સપ્તાહમાં દસ લોકોને ભરખી ગયો

અમદાવાદ, તા.૮
રાજયભરમાં છેલ્લા કેટલાક સમયથી સ્વાઈનફલૂનો કહેર જોવા મળી રહ્યો છે તેવા સમયે અમદાવાદ શહેરમાં પણ સ્વાઈનફલૂના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે.અમદાવાદ શહેરમાં આ વર્ષની શરૂઆતમાં સેટેલાઈટ વિસ્તારના એક મહિલાને સ્વાઈન ફલૂની સારવાર માટે પહેલા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત થવા પામ્યુ હતુ.આ સાથે જ શહેરના નરોડા વિસ્તારમાં રહેતા એક પ્રોઢને સ્વાઈનફલૂ લાગુ પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થવા પામ્યુ હતુ.દરમિયાન શહેરના પોશ વિસ્તાર એવા બોપલ વિસ્તારમાં રહેતી એક મહિલાને સ્વાઈનફલૂ લાગુ પડતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ઉપરાંત શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતા ૫૦ વર્ષના એક આધેડને સ્વાઈનફલુના લક્ષણો જોવા મળતા જીવરાજ મહેતા હોસ્પિટલમાં ૧૧ જુલાઈના રોજ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.જ્યા સારવાર દરમિયાન રવિવારના રોજ તેમનું મોત થયુ હતુ.આ ઉપરાંત શહેરના સરદારનગરમાં ભીલવાસમાં રહેતી ૩૨ વર્ષની એક મહિલાને સ્વાઈન ફલુની સારવાર માટે ૧૪ જુલાઈના રોજ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેનુ મોત થયુ હતુ ઉપરાંત શહેરના આંબાવાડી વિસ્તારમાં સરસ્વતીનગર ખાતે રહેતા ૮૦ વર્ષના વૃધ્ધને સ્વાઈનફલુ માટે સ્ટર્લીંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં તેમનુ ૨૮ જુલાઈના રોજ મોત થવા પામ્યુ હતુ.આ માસમાં અત્યાર સુધીમાં હાટકેશ્વરમાં રહેતી ૫૦ વર્ષની મહિલાને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામા આવી હતી જ્યાં ગત સોમવારે તેનુ મોત થવા પામ્યુ હતુ.જયારે વટવાના એક ૪૫ વર્ષના પુરૂષને સ્વાઈન ફલૂની સારવાર માટે પહેલા એલ.જી.હોસ્પિટલ ખાતે અને બાદમા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામા આવતા તેનુ મોત થવા પામ્યુ હતુ.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડો.ભાવિન સોલંકીના કહેવા અનુસાર,શહેરમાં ઓગસ્ટ માસના એક જ સપ્તાહમાં કુલ મળીને ૮૬ કેસ નોંધાયા છે આ સાથે જ ૧૦ મોત થવા પામ્યા છે.શહેરના ફતેવાડી વિસ્તારમાં રહેતા રહેનાબાનુ શેખ,ઉંમરવર્ષ-૫૩નું વી.એસ.હોસ્પિટલમાં ૪ ઓગસ્ટના રોજ સારવાર સમયે મોત થવા પામ્યુ છે.આ ઉપરાંત ઈસ્કોન વિસ્તારમાં રહેતા એક ૪૨ વર્ષના લાખા ભાઈ રાજપુતનું ૧ ઓગસ્ટના રોજ,રામાભાઈ ઈશ્વરભાઈ પટેલ,ઉંમર વર્ષ-૭૩ ,ખોડિયારનગરનુ શારદાબહેન હોસ્પિટલમાં,જયારે ભરતભાઈ દેવશંકર ભગત,ઉંમરવર્ષ-૫૯,કૃષ્ણનગરને સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં પાંચ ઓગસ્ટના રોજ મોત થવા પામ્યુ છે.આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં શહેરમાં કુલ ૨૨૨ કેસ નોંધાવા પામ્યા છે.જે સામે ૩૦ લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks