સીરિયાના યુદ્ધે છ વર્ષોમાં ૩ લાખ ૩૦ હજાર લોકોનો ભોગ લીધો

(એજન્સી) બૈરૂત, તા.૧૯
સીરિયામાં છ વર્ષો અગાઉ શરૂ થયેલ સંઘર્ષમાં અત્યાર સુધીમાં ૩ લાખ ૩૦ હજારથી પણ વધુ લોકોના જીવનો ભોગ લેવાયો છે. તેમાંથી આશરે ત્રીજા ભાગના નાગરિકો હતાં. માનવ અધિકાર માટેની બ્રિટન આધારિત સીરિયન ઓબ્ઝર્વેટરીએ જણાવ્યું કે સરકાર વિરોધી દેખાવો સાથે માર્ચ ૨૦૧૧માં સીરિયામાં શરૂ થયેલા સંઘર્ષમાં અત્યાર સુધીમાં ૩,૩૧,૭૬૫ લોકોના મોત થયાં હતાં. ઓબ્ઝર્વેટરીના વડા રામી અબ્દુલ રહેમાને જણાવ્યું કે આ આંકડાઓ ૧૫ માર્ચ ૨૦૧૧ થી લઇને ૧૫ જુલાઇ ૨૦૧૭ સુધીના છે અને આ મૃત્યુઆંકમાં ૯૯,૬૧૭ નાગરિકોનો પણ સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે મૃત્યુ પામેલા નાગરિકોમાં ૧૮,૨૪૩ બાળકો અને ૧૧,૪૨૭ મહિલાઓનો સમાવેશ થાય છે. તાજેતરના અહેલાલમાં ઓબ્ઝર્વેટરીએ જણાવ્યું કે સંઘર્ષ શરૂ થયો ત્યારથી લઇને અત્યાર સુધીમાં સીરિયામાં આશરે ૧,૧૬,૭૭૪ શાસક દળોના સભ્યો અથવા સમર્થકોનાં મોત થયા છે. તેમણે કહ્યું કે તેમાં ૬૧,૮૦૮ જવાનો અને લેબેનીઝ શિયા ચળવળ હિઝબુલ્લાહના ૧,૪૦૮ સભ્યોના પણ મોત થયાં હતાં. સીરિયામાં સંઘર્ષની શરૂઆત થઇ ત્યારથી આરબ-કુર્દીશ ગઠબંધનના યુએસનું સમર્થન ધરાવતા સીરિયન ડેમોક્રેટિક ફોર્સના ૫૭૦૦૦ બળવાખોરોના પણ મોત થયાં હતાં. ઇસ્લામિક સ્ટેટ ગ્રુપ અને અલ-કાયદાના ૫૮૦૦૦ જેહાદીઓના પણ મોત થયાં હતાં. સરકાર વિરોધી દેખાવો શાંતિપૂર્વક શરૂ થયા હતા પરંતુ સ્થાનિક, પ્રાદેશિક અને વિદેશી સત્તાઓની ભાગીદારીથી થોડા જ સમયમાં આ શાંતિપૂર્ણ દેખાવો સંપૂર્ણ રીતે યુદ્ધમાં તબદિલ થઇ ગયા. આ અમાનવીય સંઘર્ષમાં દેશના માળખાને ખૂબ જ નુકસાન થયું સાથે જ લાખો લોકોએ સ્થળાંતર કરવું પડ્યું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks