(એજન્સી) અંકારા, તા.૧ર
કુર્દીશ મીડિયાના અહેવાલ મુજબ સીરિયાના રક્કા શહેરમાં આવેલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના શરીરના અંગો કાઢી લઈ તુર્કીના ડોક્ટરો અને દાઈશના આંતકવાદીઓએ ભેગા મળી તેને કાળાબજારમાં તેની હેરાફેરી કરતા હોવાનું જણાવ્યું હતું. તુર્કીની હવાર ન્યુઝના જણાવ્યા મુજબ ઈસ્લામિક સ્ટેટના ત્રાસવાદીઓ અને તુર્કીના સર્જનોએ રક્કાની હોસ્પિટલમાં દર્દીઓના શરીરના મહત્ત્વના અંગોને કાઢી લઈ બીજા દેશોમાં વેચાણ કર્યું હતું. તુર્કીના ડોક્ટરોની મદદથી ઘાયલ ઈસ્લામિક ત્રાસવાદીઓને સીરિયન દર્દીઓનું લોહી ચઢાવવામાં આવતું હતું. જે કામ તાલીમ પામેલ નર્સો દ્વારા કરાવાતું હતું. દર્દીઓના અંગોનો વેપાર ઈસ્લામિક ત્રાસવાદીઓ અને તુર્કીના ડોક્ટરો સાથે મળીને કરતા હતા.
એક વિશ્વાસપાત્ર અહેવાલમાં કહેવાયું છે કે ડિસેમ્બર -૧૬માં ઈદલીબમાં સીરિયન બાળકોનું અપહરણ કરી તેમના અંગોની હેરાફેરી કરાઈ હતી. અરબ ન્યૂઝની વેબસાઈટે ઉલ્લેખ કર્યો છે કે કેટલાક તાલીમ પામેલા મેડિકલ જૂથો દ્વારા બાળકોના અપહરણ કરાયા હતા. બાળકોના અંગો કાઢી લઈ તેમના મૃતદેહોને દૂર વિસ્તારોમાં દફન કરી દેવાયા હતા. તેમના મતે બાળકોના અંગોને કાળાબજારમાં વેચવા માટે તુર્કી સ્થિત ઈઝરાયેલના એક અધિકારી રાહ જોઈ રહ્યા હતા. સૂત્રોએ કહ્યું કે બાળકોના શરીરમાંથી અંગો કાઢી લેવા માટે ડોક્ટરોનું જૂથ હતું. જેમાં સર્જન એનેસ્થેસીઓલોજિસ્ટ, સશસ્ત્ર દળો સામેલ હતા.