T-૨૦ ટુર્ના.માં વડોદરાના કામરાન મુનવ્વરની સ્ફોટક સદી : અમેરિકન ક્રિકેટમાં નવો રેકોર્ડ

(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.ર૮
અમેરિકા ખાતે પીટ્‌સબર્ગ ક્રિકેટ એસોસિએશનના સહયોગથી રમાઈ રહેલી ટી-ર૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દુનિયાભરમાંથી ખેલાડીઓએ ભાગ લીધો છે. જેમાં ધ ક્લાસીકસ ટીમ તરફથી રમતા વડોદરાના ખેલાડી કામરાન મુનવ્વર શેખે સ્ફોટક બેટિંગ કરતાં માત્ર ૩૦ બોલમાં ૧પ સિકસરની સાથે સદી ફટકારી અમેરિકન ક્રિકેટમાં રેકોર્ડ સ્થાપી દીધો છે.
અમેરિકા ખાતે આઈપીએલની થીમ પર રમાઈ રહેલી ટુર્નામેન્ટમાં વિવિધ ટીમોમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ સહિત વિવિધ દેશોના આંતરરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ ટુર્નામેન્ટની ધ કલાસીકસ ટીમમાં વડોદરાના ક્રિકેટર કામરાન મુનવ્વર શેખની પસંદગી થવા પામી હતી. અમેરિકા ખાતે પીટ્‌સબર્ગ ક્રિકેટ એસોસિએશનના સહયોગની ધ કલાસીકલ તથા PITT‌ યોર્કસ વચ્ચે રમાઈ હતી. જેમાં પી.આઈ. ટી.ટી.યોર્કસની ટીમે નિર્ધારીત ઓવરોમાં ૧૭ર રને ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં રમવા આવેલી ધ કલાસીકલ ટીમની એક વિકેટ વહેલી પડી ગયા બાદ મેદાન પર આવેલા કામરાન શેખે સ્ફોટક બેટિંગનું પ્રદર્શન કરી સામે ટીમના બોલરોની ચોતરફ ધોલાઈ કરી હતી. કામરાન શેખે ૩૦ બોલમાં ૧પ સિકસર તથા પાંચ બાઉન્ડ્રી સાથે સદી ફટકારી અમેીરકન ક્રિકેટમાં ખળભળાટ મચાવી દીધો હતો. ૩૬ બોલમાં ૧૧૬ રન બનાવી અણનમ રહેલા કામરાન શેખ ઈજા પામતા રિટાયર્ડ હર્ટ થયો અને ધ કલાસીકલ ટીમે મેચ માત્ર ૧૪ ઓવરમાં જીતી લીધી હતી.
ઉલ્લેખનીય છે કે કામરાન શેખે અગાઉ વડોદરા તરફથી રણજી ટ્રોફી વન-ડે તથા ટી-ર૦ રમી ચૂક્યો છે. સાથે જ ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ચૂક્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks