(એજન્સી) માલેગાંવ, તા.રપ
મહારાષ્ટ્રના માલેગાંવમાં રહેતી આલિયા તબસ્સુમ પ્રથમ કોમર્શિયલ પાયલોટ બનવાની તૈયારીમા છે. આલિયા તબસ્સુમ વણાટનું કામ કરતાં શફિકઅહમદની પુત્રી છે. આલિયાએ પોતાનું શાળાકીય શિક્ષણ ઈરમ પ્રાઈમરી અને માલેગાંવ ગર્લ્સ હાઈસ્કૂલમાં સાયન્સના ક્ષેત્રમાં પૂરું કર્યું છે. તેણીએ બાળપણથી પાઈલોટ બનવાના સપના સેવ્યા હતા. શરૂઆતમાં આલિયાએ મધ્યપ્રદેશ ફલાઈંગ કલબ એવિએશન સેન્ટર ખાતે એડમિશન લીધું હતું જ્યાં તેણીને ચાલુ વર્ષના જૂનમાં વિદ્યાર્થી પાયલોટ લાયસન્સ મળ્યું હતું. જ્યારે હાલમાં આલિયા દિલ્હીમાં ખુરાના એવિએશન એકેડેમી ખાતે કોમર્શિયલ પાયલોટ બનવાની એવિએશનની ટ્રેનિંગ લઈ રહી છે. તે હાલમાં બે, ચાર, છ અને આઠ બેઠકોવાળા વિમાનને ઉડાડવાની ટ્રેનિંગ લઈ રહી છે. ટ્રેનિંગ પૂરી થઈ થયા બાદ આલિયા માલેગાંવની પ્રથમ કોમર્શિયલ પાયલોટ બની જશે. આલિયાએ ગત વર્ષ નવેમ્બરમાં પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી હતી અને હાલમાં તે પોતાની ફાઈનલ પરીક્ષાની તૈયારીમાં લાગી ગઈ છે જે નવેમ્બર ર૦૧૮માં થવાની છે. પાયલોટ બનાવવાનું સ્વપ્ન ખરેખર આલિયાના પિતાનું હતું. તેઓને ર૦૦પમાં મુંબઈ એરપોર્ટ પર અપમાનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદથી જ તેઓએ વિચારી લીધું હતું કે તેમના પરિવારમાંથી કોઈ એક તો પાયલોટ બનશે જ. હું મારી પત્ની સાથે ર૦૦પમાં હજ પઢવા માટે સઉદી અરેબિયા જઈ રહ્યો હતો પણ કમનસીબે અમારા ડોક્યુમેન્ટસ ઓછા હોવાથી ઈમિગ્રેશનના અધિકારીઓને ખૂબ જ વિનંતી કરી પરંતુ તેઓએ અમને વિમાનમાં જવા દીધા ન હતા. સૌથી વધુ ખરાબ વાત એ હતી કે શું હજ કરવા માટેનું અહેરામ પહેરીને એરપોર્ટના કર્મચારીઓની વિનંતીઓ કરી રહ્યો હતો. જ્યારે એરપોર્ટના કર્મચારીઓ મારી સાથે ગેરવર્તણૂંક કરી રહ્યા હતા એમ આલિયાના પિતા શફીકે જણાવ્યું. આ ઘટના સમયે પાયલોટની ટીમ ત્યાંથી જઈ રહી હતી. તેઓએ અમને વિનંતીઓ કરતાં જોઈ અમારી પાસે આવ્યા હતા અને બધા પેપરો ચેક કરીને ઈમિગ્રેશનના અધિકારીઓને અમને જવા દેવા કહ્યું હતું અને સાથે અમારી માટે તેઓ વિમાનને થોડા મિનિટો બાદ ટેકઓફ કરવાના હતા. પાયલોટના કહેવાથી ઈમિગ્રેશન કર્મચારીએ અમને જવા દીધા અને હું સઉદી અરેબિયામાં હજ કરી શક્યો. હું પોતાને પાયલોટને ગળે મળતા રોકી ન શકયો અને પાયલોટને ગળે મળીને મેં તેમનો આભાર માન્યો. શફીકે આગળ જણાવ્યું કે, ત્યારબાદ પાયલોટે મને વિમાનની અંદર કોકપીટમાં બોલાવ્યો તેમના આવા વર્તનને જોઈ મારું મન ભરાઈ ગયું અને એ જ સમયે મારા પરિવારમાંથી કોઈ એકને પાયલોટ બનાવવાનું નક્કી કર્યું હતું.