અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં તરખાટ મચાવતી તાડપત્રી ગેંગનો પર્દાફાશ

(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા. ર૩
અમદાવાદ, સુરેન્દ્ર.નગર, બોટાદ જિલ્લામાં માલવાહક વાહનમાં ચાલુ વાહને ચઢી તાડપત્રી કાપી માલવાહક વાહનમાં લાદેલ કિંમતી માલ સામાનની ચોરીના ગુના આચરી તરખાટ મચાવતી કુખ્યાત “જત-મલેક” ગેંગના સાગરીતોને અગ્ની શસ્ત્રો સાથે (સશસ્ત્ર) ઝડતી રૂા. આઠ લાખનો મુદ્દામાલ કરતી અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બીએ જપ્ત કરેલ છે. પોલીસે બાતમી આધારે વિરમગામ-સુરેન્દ્રનગર હાઇવે રોડ, વણી રેલવેન ઓવરબ્રીજના વિરમગામ તરફના છેડે વોચ ગોઠવી ભારે જહેમતથી કુખ્યાત “જત-મલેક” (તાડપત્રી)ગેંગના સાગરીતોને નંબર વગરની સફેદ કરલની સ્કોર્પીઓ ગાડીમાં અગ્નિ શસ્ત્રો સાથે ઝડપી પાડેલ છે.
જામગરી બંદૂક-૪, દેશી હાથ બનાવટના તંમચા-૨ તથા દારૂગોળા સાથે કુખ્યાત જત-મલેક ગેગના ચાર સાગરીતો ઝડપાયા છે. જેમાં
(૧) આરીફખાન ઉર્ફે ચીની અબ્દુલખાન જત મલેક રહે. પીપળીગામ, રામદેવપીર મંદિરની બાજુમાં તા.પાટડી જિ.સુરેન્દ્રનગર
(૨) સાજીદખાન એહમંદખાન જતમલેક રહે.પીપળીગામ, રામદેવપીર મંદિરની બાજુમાં તા.પાટડી
(૩) દશરથભાઇ ઉર્ફે રાહુલ રાણાભાઇ પાટડીયા (ઠાકોર) રહેવાસી- હાલ પીપળી મંદિરની બાજુમાં તા.પાટડી જિ.સુરેન્દ્રનગર મુળ રહે, મોટા ગોરૈયા તા.પાટડી જિ.સુરેન્દ્રનગર
(૪) બાબુભાઇ અજુભાઇ ઉર્ફે બાબુજી અજુજી ઠાકોર રહેવાસી- ઇનાયતપુરા (નવાગામ) તાબે વણી તા.-વિરમગામ જિ.અમદાવાદ સામેલ છે.
ઉક્ત ઇસમોને દેશી હાથબનાવટની જામગરી બંદૂક નંગ-૪ કિં.રૂા.૧૦,૦૦૦/-, દેશી હાથ બનાવટના તંમચા નંગ-૨ કિં.રૂા. ૧૦,૦૦૦/-, અગ્નિ શસ્ત્રોમાં ઉપયોગ કરવા માટેનો દારૂગોળો તથા સ્કોર્પીઓ ગાડી અને મોબાઇલ ફોન-૫ કિં.રૂા. ૧૨,૫૦૦/- મળી કુલ રૂ. ૫,૩૨,૫૦૦/-નો મુદામાલ સાથે ઝડપી અટકાયત કરી આગવી ઢબે ઘનિષ્ટ પૂછપરછ કરતાં પોતાના સાગરીતો સાથે મળી વિરમગામ-માલવણ, વિરમગામ- લખતર, સરખેજ-બગોદરા, બગોદરા-લીંમડી, બગોદરા-ધોળકા, ધંધુકા-રાણપુર હાઇવે રોડ ઉપરથી પસાર થતા ભાર વાહક વાહનોની ચાલુ વાહને તાડપત્રી કાપી વાહનમાં લાદેલ તેલના ડબ્બા, ચોખા, મગ, જીરૂના કટ્ટા, કાપડાની ગાસડીઓ, ચંપલના કાર્ટુન, પ્લાસ્ટીલક દાણા, એસી, કુલર, આર.ઓ પ્લાન્ટ વગેરે કિંમતી માલ સામાનની ચોરીઓના ગુનાને અંજામ આપેલાની કબૂલાત કરી હતી.
છેલ્લા એક વર્ષ દરમ્યાન બે ડઝનથી વધુ ગુનાને અંજામ આપેલ
ઉક્ત આરોપીઓની ધનિષ્ઠ પુછપરછમાં પોતાના સાગરીતો સાથે મળી છેલ્લા એક વર્ષ દરમ્યાન વિરમગામ, બગોદરા કોઠ, ધોળકા, બાવળા, રાણપુર લખતર વિસ્તાતરમાં બે ડઝનથી વધુ ગુના આચરેલાની કબૂલાત કરેલ તે પૈકી વિરમગામ રૂરલ-૪, ધોળકા-૧, બાવળા-૧, કોઠ-૨, રાણપરૂ-૧, લખતર-૧, પાણસીણા-૧ મળી કુલ ૧૧ ગુના નોંધાયેલ હોવાની માહિતી હાલ સુધી પ્રાપ્ત થયેલ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks