તાજમહેલ એશિયામાં બીજા અને દુનિયામાં છઠ્ઠા નંબરનું સૌથી લોકપ્રિય સ્મારક

(એજન્સી) આગ્રા, તા.ર૪
મુઘલ સ્થાપત્યની કલાના નમૂનારૂપ આગ્રા સ્થિત તાજમહેલ દુનિયાના છઠ્ઠા અને એશિયામાં બીજા નંબરનું મુખ્ય સ્મારક છે. ઓનલાઈન યાત્રા સલાહ આપનાર કંપની ટ્રીપ એડવાઈઝરના ટ્રાવેર્લ્સ ચોઈસ એવોર્ડ ર૦૧૮ માટે તાજમહેલની પસંદગી કરી છે. પાછલા ૧ર મહિનામાં કંપનીની વેબસાઈટ પર યૂઝર્સોએ અનેક સમીક્ષાઓ લખી અને રેટિંગ કર્યું. આ આંકડાઓનું આકલન કરીને કંપનીએ તાજમહેલને આ વર્ષની સૂચિમાં દુનિયા અને એશિયામાં સ્થાન આપ્યું છે. આ વર્ષે પુરસ્કાર માટે ૬૮ દેશોના ૭પ૯ સ્થળો પર વિચાર કરવામાં આવ્યો હતો. મુખ્ય દસ સ્મારકોની યાદીમાં સૌથી ટોચ પર કમ્બોડિયાના અંગકોરવાટ મંદિર છે. આ સિવાય સ્પેનનું પ્લાઝા ડી એસ્પાના, અબુધાબીની શેખ જાયદ ગ્રાન્ડ મસ્જિદ, વેટિકન સિટીનું સેન્ટ પીટર્સ બાસિલિકા, સ્પેનનું મેજક્યુઈટા કૈયેડ્રલ, મિલાનનું ડ્યુઓમો ડિ મિલાનો, સાન ફ્રાન્સિસકોનું અલ્ક્રાર્ટઝ આઈલેન્ડ, ગોલ્ડન ગ્રેટ બ્રીજ અને બુડાબેસ્ટનું સાંસદ સામેલ છે. એશિયામાં તાજમહેલ સિવાય બે અન્ય ભારતીય સ્થળ ટોચના દસમાં સમાવિષ્ટ પામ્યા છે. જેમાં જયપુરનો આમેર કિલ્લો અને અમૃતસરનું સુવર્ણ મંદિરનો સમાવેશ થાય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks