તાલિબાને અફઘાનિસ્તાનમાં ૩ પોલીસ ચોકીઓ પર હુમલો કરતાં ૬ પોલીસકર્મીઓનાં મોત

(એજન્સી) કાબૂલ, તા.ર૦
પશ્ચિમી ફરાહ પ્રાંતમાં આવેલી ત્રણ પોલીસ ચોકીઓ પર તાલિબાને હુમલો કર્યો છે, જેમાં ૬ પોલીસકર્મીઓનાં મોત નિપજ્યાં હતાં. પ્રાંતિય રાજ્યપાલના પ્રવક્તા મોહમ્મદ નાસિર મેહરીએ જણાવ્યું કે, શનિવારે થયેલા આ હુમલામાં અન્ય ૮ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. આ યુદ્ધમાં ૮ બળવાખોરો માર્યા ગયા છે, જ્યારે પાંચ અન્ય બળવાખોરો ઘાયલ થયા છે. તાલિબાને આ હુમલા માટે જવાબદારી લીધી છે. અફઘાનિસ્તાનના અન્ય સ્થળોએ ઉત્તરીય કુંદુઝ પ્રાંતમાં અકાળે થયેલા બોમ્બ વિસ્ફોટને પગલે અન્ય સાત બળવાખોરો માર્યા ગયા છે અને અન્ય બે ઘાયલ થયા છે. જિલ્લાના વડા મેહબોબુલ્લાહ સૈયદીએ જણાવ્યું કે, અફઘાનિસ્તાન સુરક્ષા દળો દ્વારા ઉપયોગમાં લેવાતા રસ્તા પર બોમ્બ ગોઠવવાનો પ્રયત્ન કરી રહેલા લડાકુઓ માર્યા ગયા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks