કોડીનાર,તા.૭
રાજ્યભરમાં પંચાયત તલાટીમંત્રીઓના સવર્ગના પ્રશ્નો અત્રે ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા વારંવાર સરકારમાં રજૂઆતો કરવા છતાં આ અંગે કોઈપણ સકારાત્મક નિરાકરણ આવતું ન હોય તલાટી મંત્રી મહામંડળ દ્વારા સમગ્ર ગુજરાતમાં તલાટીઓ દ્વારા આજે આવેદનપત્ર પાઠવી રાજ્યભરમાં આંદોલન શરૂ થતા કોડીનાર તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા આજે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી તલાટી કમ મંત્રી સવર્ગના પ્રશ્નોનું વહેલીતકે નિરાકરણ કરવામાં નહી આવે તો આગામી તા.૧૦/૯/૧૮નાં સોમવારના રાજ્યભરના તમામ તલાટીકમ મંત્રીઓ કાળીપટ્ટી ધારણ કરી ફરજ બજાવી વિરોધ નોંધાવશે. તેમજ તા.૧૭/૯ના રાજ્યના તમામ તલાટીઓ ફરજ ઉપર હાજર રહી પેનડાઉન કાર્યક્રમ કરશે અને તા.ર૯/૯ ના ગુરૂવારે રાજ્યભરના તમામ તલાટી મંત્રી માસ સી.એલ. મૂકી સ્થાનિક કક્ષાએ દેખાવો કરશે અને તા.ર/૧૦ ગુરૂવારે રાજ્યભરનાં તમામ તલાટી મંત્રીઓ દ્વારા ધરણાનો કાર્યક્રમ કરવામાં આવનાર હોવાનું આવેદનપત્રમાં જણાવ્યું હતું. રાજ્યભરના તલાટીઓ અપગ્રેકેશનનો લાભ મેળવવા નક્કી કરવા, ફીક્સ પગારના તલાટીઓને લાભ આપવા, જીવનનિર્વાહ કરવા, જૂની પેન્શન યોજના ચાલું કરવા સહિતના પડતર પ્રશ્નો અંગે ગુજરાતભરમાં આવેદનપત્ર પાઠવતા કોડીનાર તલાટી મંડળે પણ આ લડતમાં ભાગ લીધો હતો.