અમદાવાદ, તા.૧૦
ગુજરાતમાંથી વધુને વધુ મુસ્લિમ બિરાદરો હજ અદા કરી શકે તે માટે ગુજરાત હજ કમિટી સક્રિય છે. તેના ભાગરૂપે જ ગુજરાતનો મૂળ ક્વોટા જે ૪૦૦૦ જેટલો હતો તેમાં વધારો કરીને ૧ર૦૦૦ સુધી લવાયો છે. તેમ ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન પ્રિ.મો.અલી કાદરીએ એક ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું. આ વધેલા ક્વોટાના હાજીઓની વ્યવસ્થા કરવામાં થોડો સમય તો લાગે ને ! તેમાંયે બિહાર કે અન્ય રાજ્યનો જે ક્વોટા આપણે ત્યાં આવ્યો હોય તે હાજીઓને પણ ગુજરાતી મુસ્લિમો સાથે રાખવાની વ્યવસ્થા કરવામાં સમય લાગે તે સ્વાભાવિક છે.
વધુમાં પ્રિ.કાદરીએ જણાવ્યું કે ગુજરાત હજ કમિટી સક્રિય છે. તેના કારણે હાલ જે હાજીઓની તારીખ ફિક્સ થઈ છે. તેઓને જાણ કરવામાં આવે છે. બાકીનાઓની તારીખ ત્રણ-ચાર દિવસમાં મુંબઈ હજ કમિટીમાંથી આવી જતાં તે પણ જાહેર કરી દેવામાં આવશે.
Facebook
0
Twitter
0