તમે મુસ્લિમ હોવા છતાં એક હિન્દુ યુવાન માટે માનતા પૂર્ણ કરવા અજમેર પગપાળા જઈ રહ્યા છો તે ધન્ય છે

સુરત, તા.૧
હિન્દુ – મુસ્લિમોને અંદરો – અંદર ઝઘડાવનારાઓ માટે એક સબક અને એકતાનું પ્રતિક એવા સુરત શહેરના છેવાડે આવેલ કવાસ રોડ ઉપર રહેતા એક મુસ્લિમ યુવાનએ પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રણેતા હાર્દિક પટેલની જેલ મુક્તિની રાખેલ માનતા પૂર્ણ કરવા છેક સુરત હજીરાથી પદયાત્રા કરી રાજસ્થાન અજમેર સ્થિત ખ્વાજાના દરબારમાં જઇ ચાદર ચડાવી તમામ ધર્મના લોકો માટે અને ખાસ કરીને હાર્દિક પટેલ માટે પ્રાર્થના કરનાર હોવાનું પદયાત્રા શરુ કરનાર મહંમદભાઇ શેખએ જણાવ્યું તેમજ હિન્દુ ધર્મના લોકોએ પણ ગર્વ લેવો જોઇએ તેવા સોશિયલ મિડીયામાં પણ મેસેજ ચાલી રહ્યાં છે.
તમે મુસ્લિમ સમાજના હોવા છતાએ પટેલ સમાજના દિકરાની માનતા પૂર્ણ કરવા છેક સુરત હજીરા કવાસથી રાજસ્થાન અજમેર સુધી પદયાત્રા કરી રહ્યા છો, એવું માત્ર અને માત્ર ભારત દેશમાં જ બનતું હોય છે. તેવું પદયાત્રી મહંમદભાઇ શેખને છેક અમેરિકાથી આવેલા ફોન દ્વારા પટેલ સમાજના લોકો કહી રહ્યાં હોવાનું પણ મહંમદભાઇએ ગુજરાત ટુડેને જણાવ્યું હતું.
વિશેષમાં પ્રાપ્ત થતી માહિતી અનુસાર સુરત શહેરના છેવાડે આવેલ હજીરા કવાસ રોડ ઉપર પોતાના પરિવાર સાથે રહેતા મહંમદ હુસૈન શેખ પરિવારજનોના ગુજરાન માટે બસ ચલાવી રહ્યાં છે. તેમને રાજકારણ કે રાજનિતીથી કોષો દુર, લેવા દેવા ન હતું પરંતુ પટેલ સમાજ માટે અનામતની માંગણી કરનાર અને પાટીદારો ઓબીસી અનામતની માંગણી કરનાર પાસ કન્વીનર હાર્દિક પટેલના નેતૃત્વમાં રાજ્યમાં અનામત આંદોલનની ચળવળ વધુ વેગવંતિ બનતા બસ ડ્રાઇવર મહંમદ હુસૈન શેખને પણ એવું લાગ્યું કે એક નાની ઉંમરનો નવયુવાન સમગ્ર સમાજને એક કરી સાથે લઇને અનામત જેવા ગંભીર મુદ્દાને લઇને ચાલી રહ્યો છે. તો આ યુવાન તમામ વર્ગના લોકોને પણ સાથે લઇને ચાલી શકે છે.
પરંતુ અનામત આંદોલનમાં રાજ્યભરમાં તોફાનો ફાટી નિકળતાં રાજ્ય સરકારે હાર્દિક પટેલ સહિતના પાસ આગેવાનોને રાજદ્રોહના ગુનામાં જેલમાં બંધ કરી દીધા હતા, હાર્દિક પટેલને સુરતની લાજપોર જેલમાં બંધ કરવામાં આવ્યો હતો, દરમિયાન હાર્દિક પટેલને જેલ મુક્ત કરાવવા કેટલાક લોકોએ પ્રાર્થના અને માનતા રાખી હતી. જેમાં સુરતના છેવાડે આવેલ હજીરા કવાસ રોડ ઉપર રહેતા અને વ્યવસાયે બસ ડ્રાઇવર મહંમદ હુસૈન શેખએ પણ હાર્દિકની જેલ મુક્તિ માટે અજમેર હાર્દિક પટેલની જેલ મુક્ત થતા જ તેઓ માંગેલ માનતા પૂર્ણ કરવાના હતા, પરંતુ તેમની એકની એક દિકરી જુવાન હોય તેના લગ્ન લીધા હતા, એટલે પહેલા જુવાન દિકરીનું કન્યાદાન કરી લીધા બાદ થયેલ દેવું ઉતારવામાં તેમને સાત દિવસ મહેનત કરી જેમાં તેમના શેઠ અને કતારગામ પારસ પોલીસ ચોકીની બાજુમાં આવેલ શ્રી ટ્રાવેલ્સના માલિક મનજી નાગજીભાઇ ઝાલાવડીયાની મદદથી તેઓ દેવા મુક્ત થતા જ માનતા પૂર્ણ કરવાનું વિચારી ગતરોજ મોડી સાંજથી પગપાળા યાત્રાનો પ્રારંભ કર્યો હતો. જેમાં તેઓને છેક અમેરિકાથી ત્રણ ફોન આવ્યા હતા, અને ગુજરાતી ભાષામાં તેઓએ જણાવેલ કે, તમે મુસ્લિમ હોવા છતાંએ તેમના સમાજના અને એક હિન્દુ યુવાન માટે રાખેલ માનતા પૂર્ણ કરવા છેક સુરતથી અજમેર પદયાત્રા કરી રહ્યાં છે તો ધન્ય છો મુસ્લિમ સમાજને અને તમારા જેવા મુસ્લિમ સમાજના યુવાનોને કે બીજા ધર્મના માટે માનતા પૂર્ણ કરવા કષ્ટ ભોગવીને પણ કાર્ય કરી રહ્યાં છો, આવું માત્ર અને માત્ર ભારત દેશમાં જ શક્ય છે. તેવું અમેરિકાથી આવી રહેલા ટેલિફોન દ્વારા ત્યાંના લોકો જણાવી રહ્યાં હોવાનું મહંમદભાઇ શેખએ ટેલિફોનિક વાતચીતમાં જણાવતા વધુમાં કહ્યું હતું કે પટેલ સમાજના કેટલાક લોકોના ફોન આવ્યા હતા, અને તેઓ કહેતા હતા કે અમદાવાદ અને મહેસાણા ખાતે તેમનું સ્વાગત કરવામાં આવનાર હોવાનું તથા તેઓ શામળાજી થઇ રાજસ્થાન અજમેરની ખ્વાજાના દરબારમાં જ તમામ ધર્મના લોકો માટે અને ખાસ કરીને હાર્દિક પટેલ માટે ખાસ દુવા પ્રાર્થના કરી ચાદર ચઢાવી પોતાની હાર્દિક પટેલની રાજદ્રોહના કેસમાં થયેલ જેલ મુક્તિ માટે માનેલી માનતા પૂર્ણ કરનાર હોવાનું મહંમદ હુસૈન શેખે ગુજરાત ટુડેને એક ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks