તામિલનાડુના વેપારીઓએ કોકાકોલા-પેપ્સીનો બહિષ્કાર કર્યો

કોકાકોલા-પેપ્સીના ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવા મુખ્યમંત્રીની મુલાકાત કરશે

(એજન્સી)                                                                                                       ચેન્નાઈ, તા.૧

રાજ્યના બે મોટા વેપાર સંગઠનોએ પેપ્સી અને કોકાકોલાના ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે જે હેઠળ તામિલનાડુમાં આ બન્ને ઉત્પાદનોનું વેચાણ બંધ થઈ જશે. આ સંગઠનોએ પોતાના સભ્યોને પેપ્સી અને કોકાકોલા કંપનીઓના કોઈપણ સામાનને રાજ્યમાં ન વેચવા આહવાન કર્યું છે. તેમનું કહેવું છે કે, બન્ને વૈશ્વિક કંપનીઓ રાજ્યમાં પાણીના સ્ત્રોતોનો અનિશ્ચિત ઉપયોગ કરી રહી છે. અહેવાલ મુજબ તામિલનાડુ વાનિગર સંગમ અને તામિલનાડુ ટ્રેડર્સ ફેડરેશન અંગે અંદાજો છે કે, રાજ્યમાં દર વર્ષે દુષ્કાળની સ્થિતિ સર્જાય છે જેના કારણે ખેડૂતોને પોતાના ખેતરો માટે પાણી નથી મળી રહ્યું. આ કંપનીઓ રાજ્યમાં ઘણા પ્રકારના ફ્રૂટ જ્યુસ, પાણી, ચિપ્સ અને ઓટ્‌સ જેવા અનેક ઉત્પાદનો વેચી રહી છે જેને બનાવવામાં મોટા પ્રમાણમાં પાણીનો ઉપયોગ થાય છે. રાજ્યમાં ઘણા લોકોએ આ બન્ને કંપનીઓનું ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનું શરૂ કર્યું હતું તેમજ વેપાર સંગઠન તેના પર પ્રતિબંધ મૂકવા મુખ્યમંત્રીની મુલાકાત લેવાની છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts