તામિલનાડુમાં હિંદુ આતંકવાદ, જે વિરોધીઓને પછાડવા બળપ્રયોગ કરે છે : કમલ હાસન

ચેન્નાઇ, તા. ૨
એક તમિલ મેગેઝીનમાં અપેલા લેખમાં વિખ્યાત અભિનેતા કમલ હાસને જણાવ્યંુ છે કે, હિંદુ ઉદ્દામવાદીઓ જીવંત છે અને તામિલનાડુમાં પગપેસારો કરી રહ્યા છે આવા વિચારો દર્શાવી તેમણે પોતાની રાજકીય ઇચ્છાશક્તિ પણ દેખાડી દીધી છે. તામિલનાડુની મેગેઝિન આનંદા વિકાતનમાં કમલ હાસને આરોપ લગાવ્યો છે કે, હિંદુ સંગઠનો રાજ્યમાં જાહેરમાં પોતાની શક્તિ અને હિંસા દ્વારા તહેવારો મનાવે છે. તમિલનાડુમાં હિંદુ ઉદ્દામવાદીઓ છે અને કોઇ ના કહી શકે કે, હિંદુ આતંકવાદ નથી. જોકે, કમલ હાસનના નિવેદન બાદ ઘણા હિંદુ સંગઠનો દ્વારા તેમનો વિરોધ કરાયો છે.
કમલ હાસન તામિલનાડુના રાજકારણમાં હિંદુ જમણેરીઓના વધતા પ્રભાવ અંગે કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયનના સવાલોને જવાબ આપી રહ્યા હતા. પોતાના પ્રત્યુત્તરમાં અભિનેતાએ સંકેત આપ્યા કે, તામિલનાડુ ઉગ્રવાદના માર્ગને નકારશે અને ફરીવાર સામાજિક ન્યાયના ઉદાહરણ તરીકે ઉભરી આવશે. તેમણે કહ્યું કે, ભૂતકાળમાં હિંદુ જમણેરી પાંખના જૂથો હિંસામાં સામેલ થતા નહોતા. તેઓ પોતાના વિરોધીઓને તર્કોના આધારે જવાબ આપતા હતા.પરતંુ જુની નીતિ હવે હારી ગઇ છે અને તેમાં હવે બળપ્રયોગ આવી ગયો છે. હવે તેમણે વિરોધીઓને હરાવવા બળપ્રયોગ શરૂ કરી દીધો છે. જોકે, રાજ્યમાં પગપેસારો કરવા માટે તલપાપડ બનેલા ભાજપે કમલ હાસનના આર્ટિકલનો વિરોધ કરી તેમના આરોપોને બેજવાબદાર, ઘડી કાઢેલા અને ખોટો પ્રોપેગન્ડા ગણાવી તર્કના પુરાવા આપવા જણાવ્યું છે. ભાજપના પ્રવક્તા નારાયણ તિરૂપતિએ એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, કમલ હાસન જેવા સુપરસ્ટારે જવાબદારી સાથે બોલવું જોઇએ. આવી ટીપ્પણી કરવા માટે તેમની પાસે કયા પુરાવા છે ? કમલ હાસને ખોટા દાવા કર્યા વિના ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભ્રષ્ટાચાર વિશે બોલવું જોઇએ. તેમણે આવા નિવેદનો બદલ કાંતો પુરાવા આપવા જોઇએ અથવા માફી માગવી જોઇએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks