National

તમિલનાડુમાં મૂશળધાર વરસાદના પગલે ચેન્નાઈ સહિત ત્રણ જિલ્લાઓમાં શાળાઓ બંધ

(એજન્સી) ચેન્નાઈ, તા.૧૩
તમિલનાડુમાં રવિવારે રાત્રે અને સોમવારે સવારે પડેલા મૂશળધાર વરસાદના કારણે ચેન્નાઈ, કાંચીપુરમ અને તિરૂવલ્લુર જિલ્લાઓમાં ગઈકાલે શાળાઓ બંધ રહી હતી. આ અંગે જિલ્લા પ્રશાસને આદેશ જારી કર્યા હતા. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે, બંગાળની ખાડીમાં ઓછા દબાણને પગલે તમિલનાડુના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.
ચેન્નાઈ જિલ્લા કલેક્ટર વી. એંબુસેલ્વમે જણાવ્યું કે, ઉત્તરી-પૂર્વ મોનસૂનના કારણે ચેન્નાઈ અને તેની આસપાસના વિસ્તારોમાં પાછલા કેટલાક દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં લેતા ચેન્નાઈમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અનેક દરિયાઈ વિસ્તારોમાં ૩૦ સેમીથી વધુ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે તમિલનાડુના કેટલાક તટીય વિસ્તારોમાં પાછલા દિવસોમાં પણ એક અઠવાડિયા માટે શાળાઓ બંધ રાખવામાં આવી હતી. સ્થિતિ સામાન્ય થતા શાળાઓ મંગળવારથી ફરી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ફરીથી વરસાદ પડતા શાળાઓ ફરીથી બંધ કરી દેવામાં આવી હતી.
તમિલનાડુના મુખ્યમંત્રી ઈ પલાનીસ્વામીએ પરિસ્થિતિની સમીક્ષા કરી જિલ્લા અધિકારીઓને પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવા કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે વરસાદ સાથે સંબંધિત ઘટનાઓમાં ૧ર લોકોનાં મોત નિપજ્યા હતા. ફક્ત આઠ દિવસોમાં ચેન્નાઈમાં આખી સિઝનના ત્રીજા ભાગનો વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે શહેરની શાળાઓ, કોલેજ, વેપારી અને આઈટી ફર્મ બંધ કરી દેવામાં આવ્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.