તમિલનાડુની રાજનીતિમાં નવો વળાંક રજનીકાંત અને કમલ હાસન એક મંચ પર દેખાશે

(એજન્સી) તા.૬
દક્ષિણ ભારતીય ફિલ્મ જગતના બે મેગાસ્ટાર રજનીકાંત અને કમલ હાસન ‘નટચિતરા વિજહા’ મહોત્સવમાં એક સાથે એક જ મંચ ઉપર દેખાશે. આ મહોત્સવ ૧૩ જાન્યુઆરીએ કુઆલાલમ્પુરમાં આયોજિત થશે. આ મહોત્સવ મલિક સ્ટ્રીમ્સ કોર્પોરેશન અને માય ઈવેન્ટસ ઈન્ટરનેશનલના સહકારથી દક્ષિણ ભારતીય કલાકાર સંઘ દ્વારા આયોજિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં હાસ્ય કલાકાર, ગાયક અને અન્ય કલાકારો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ભારતીય અને મલેશિયન કલાકારોની વચ્ચે ક્રિકેટ અને ફૂટબોલની મેચ પણ યોજાશે.
આ મહોત્સવમાં ફિલ્મી દુનિયાના કલાકારોને પોતાની અલગ પ્રકારની આવડત દેખાડવાની તક મળશે. અને આ સાથે આપણને પણ જોવા મળશે કે જે લોકો ફિલ્મોમાં નાચ-ગાન કરતા દેખાય છે તે વાસ્તવિક જિંદગીમાં કેવું રમે છે. કમલ હાસનના નજીકના સૂત્રો અનુસાર તે ૧ર જાન્યુઆરીના રોજ કુઆલાલમ્પુર જવા રવાના થશે. રાજનીતિમાં પ્રવેશ કરવાની જાહેરાત વડે રજનીકાંત અને કમલ હાસન બંને સમાચારોમાં રહે છે. ગયા વર્ષે કમલ હાસને દિલ્હીના મુખ્યમંત્રી સાથે એક પત્રકાર પરિષદ કરી હતી. આ પત્રકાર પરિષદે તેમની રાજનીતિમાં પ્રવેશવાની ઈચ્છાને જાહેર કરી હતી.
કુઆલાલમ્પુરમાં આયોજિત આ કાર્યક્રમમાં દક્ષિણ ભારતીય ફિલ્મોના ઘણા અભિનેતા-અભિનેત્રીઓ (કલાકારો) પણ ઉપસ્થિત રહેશે. રજનીકાંત અને કમલ હાસન સિવાય, વિજય, સૂર્યા, આર્યા, વિશાલા, ધનુષ, વિક્રમ, વિજય સેતુળથી, જયન રવિ, શિવા કાંતિકેપન, સામંથા ખુશ્બુ અને અમલા પૌલ જેવા કલાકારો સામેલ થશે.
મલિક સ્ટ્રીમ્સ કોર્પોરેશનના મુખ્ય કાર્યકારી અધિકારી દાતુક અબ્દુલ મલિક દસ્તગીર અનુસાર નટચિતરા વિજહા ર૦૧૮માં લગભગ રપ૦ કલાકારો ભાગ લેશે. આ એક બહુ મોટી વાત છે. આ મહોત્સવમાં કલાકારોની સુરક્ષા બાબતે જાણકારી આપતા કહ્યું હતું કે કલાકારો માટે ઉચ્ચ કક્ષાની વ્યવસ્થા કરવા માટે લગભગ ૧૦૦ અનુભવી સુરક્ષાકર્મીઓ હાજર હશે કે જેથી દરેક માટે સુરક્ષિત આગમન નિયત થઈ શકે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks