(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
જેએયુના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમારે ભાજપને એક તીખો-તમતમતો સવાલ પૂછ્યો છે. કુમારે ભાજપને કહ્યું કે તમને હિન્દુ ધર્મને બચાવવાનો ઠેકો કોણે આપ્યો ? ભાજપના મંદિર-મસ્જિદ રાજનીતિ પર બોલતાં કુમારે કહ્યું કે રોટીમાંથી લોકોનું ધ્યાન વિચલીત કરવા માટે મંદિરનો મુદ્દો ઉછાળવામાં આવી રહ્યો છે. કુમારે કહ્યું કે હિન્દુ અને મુસ્લિમો વચ્ચે વૈમનસ્ય પેદા કરતા લોકોને સવાલ છે કે તેમને હિન્દુ ધર્મનો ઠેકો લેવાનો અધિકાર કોણે આપ્યો. તેમણે દાવો કર્યો કે લોકોને ગેરમાર્ગે દોરવા માટે ધર્મનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કુમારે તો ત્યાં સુધીમાં કહ્યું કે તેમને રામ જોઈતા નથી પરંતુ નાથુરામ જોઈએ છે. કુમારે એ વાતનું સ્મરણ કરતાં કહ્યું કે ભારતમાં રાજ કરવા માટે અંગ્રેજો ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવતાં હતા. હિન્દુ મહાસભા અંગ્રેજોની બે રાષ્ટ્રની નીતિની પ્રભાવિત બની હતી. અંગ્રેજો ભારત છોડતાં પહેલા ભારતની ઘોર ખોદી નાખતાં હતા. તેમણે કહ્યું હું સાવરકરને વીર કહેતો નથી કારણ કે તેમણે અંગ્રોજોની માફી માફી હતી અને વીર કદી પણ કોઈની માફી માંગતા નથી.