National

મમતા બેનરજીની મોદીને ધમકી : TMC પર આરોપ સાબિત નહીં થાય તો તમને જેલમાં નાંખી દઇશ

(એજન્સી) કોલકાતા, તા. ૧૬
બંગાળ હિંસાને લઇ મુખ્યમંત્રી મમતા બેનરજીએ ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, મોદી પુરાવા આપે કે તૃણમુલ કોંગ્રેસના કાર્યકરોએ ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડી છે. જો પુરાવા નહીં આપી શકો તો જેલમાં નાખી દઇશ. મમતાએ એમ પણ કહ્યું કે, તમે ૨૩મે સુધી ચેતીને રહેજો. પશ્ચિમ બંગાળના મધુરપુરમાંએક સભાને સંબોધતા તેમણે કહ્યું કે, ભાજપે પશ્ચિમ બંગાળમાં ૨૦૦ વર્ષ જુનો વારસો નષ્ટ કર્યો છે, જે લોકો ભાજપ પાર્ટીનું સમર્થન કરે છે તેમને સમાજ સ્વીકાર કરશે નહીં. મમતાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, લોકોને ભડકાવીને તોફાન કરાવવા માટે ભાજપ સોશિયલ મીડિયા પર નકલી વીડિયો મુકી રહ્યો છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ પોતે મૂર્તિ બનાવશે. બંગાળ પાસે મૂર્તિ બનાવવાના નાણા છે. પણ શું મોદી ૨૦૦ વર્ષ જુની વિરાસત પરત આપી શકે છે ? અમારી પાસે પુરાવા છે અને તમે કહો છો કે ટીએમસીએ કર્યું છે. શું તમને શરમ નથી આવતી ? આટલું બધું જુઠ્ઠું બોલવા બદલ તમારે ઉઠ-બેસ કરવી જોઇએ. તમે લગાવેલા આરોપો સાબિત કરો નહીં તો હું તમને જેલમા નાખી દઇશ. ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરન મૂર્તિ ખંડિત કરવા અંગે મમતાએ કહ્યું કે, પ્રતિમાઓ તોડવી ભાજપની ટેવોમાં સામેલ છે, આ પાર્ટીએ ત્રિપુરામાં પણ આજ કર્યું છે. મને જાણવા મળ્યું છે કે, ગઇ રાતે ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે જેથી નરેન્દ્ર મોદીની રેલી બાદ હું કોઇ રેલી ના કરી શકું. તેમણે કહ્યું કે, ચૂંટણી પંચ ભાજપનો ભાઇ છે, પહેલા તે નિષ્પક્ષ હતું અને હવે બધા કહે છે કે, ચૂંટણી પંચ ભાજપને વેચાઇ ગયું છે.
આ પહેલા નરેન્દ્ર મોદીએ ચંદોલીમાં એક સભાને સંબોધી મમતા બેનરજીને પડકારતા કહ્યું હતું કે, આજે દમદમમાં મરી રેલી છે, જોઇએ દીદી આ રેલી થવા દે છે કે નહીં. બંગાળમાં હિંસા બાદ ચૂંટણી પંચે પહેલીવાર આર્ટિકલ ૩૨૪ અંતર્ગત પ્રચાર કરવા પર એક દિવસ પહેલા જ રોક લગાવી દીધી હતી. પશ્ચિમ બંગાળમાં ૧૭મી મેએ ચૂંંટણી પ્રચાર સમાપ્ત થવાનો હતો પણ હવે ૧૬મી મેએ રાતે ૧૦ વાગ્યા બાદ જ પ્રતિબંધ લદાઇ ગયો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.