નાના આંકડિયા ગામે અધુરૂં ડિમોલીશન ચાર દિવસમાં પૂરૂં કરવા તંત્રની ખાતરી

(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૯
અમરેલીના નાના આંકડિયા ગામે દલિતોના મફત પ્લોટ ઉપર ગૌશાળા બનાવી જમીન હડપ કરવાના ઇરાદે ગામના અમુક સ્વાર્થી લોકોએ રાજકીય લોકોના બળથી ગૌશાળાનું ડિમોલીશન અટકાવી દેતા દલિતો દ્વારા ફરી સરકારમાં રજૂઆત કરતા સરકાર તરફથી ૪ દિવસમાં અધૂરૂં ડિમોલીશન પૂરૂં કરવા લેખિત ખાતરી આપતા દલિતોએ સંતોષ માન્યો હતો. આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલીના નાના આંકડિયા ગામે દલિતોને સરકાર દ્વારા મફત પ્લોટ ફાળવણી કરવામાં આવેલ તે પ્લોટ ઉપર અમુક ગામના સ્વાર્થી લોકોએ પોતાના માટે ગામના લાભની વાતો કરી અને ગૌશાળાના નામે દલિતોની જમીન હડપ કરી જમીન ઉપર દબાણ કરી લેતા દલિતોની રજૂઆત બાદ સરકાર દ્વારા ગૌશાળા ઉપર બુલડોઝર ફેરવી દેવા હુકમ બાદ ડિમોલીશન હાથ ધરાયું હતું પરંતુ ગામના અમુક સ્વાર્થી લોકોએ રાજકીય દબાણ લાવી ગૌશાળાનું ડિમોલીશન બંધ કરાવી દીધું હતું જેથી દલિતોએ ફરીવાર ડીડીઓ અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરતા તેવો તરફથી ૪ દિવસમાં અધૂરૂં ડિમોલીશન પૂર્ણ કરવા ખાતરી આપતા રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના નવચેતનભાઈ પરમાર અને મીડિયા કન્વીનર સંજયભાઈ કાતરિયાએ એક અખબારી યાદીમાં જાણવાયું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks